પીપળાના 11 પાનથી પવનપુત્રને કરો પ્રસન્ન, ક્યારેય નહીં અનુભવો આર્થિક સંકડામણ

|

Feb 05, 2021 | 5:04 PM

હનુમાન (HANUMAN) ચાલીસાની આ ચોપાઈ જ જણાવે છે કે જે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનું નિત્ય સ્મરણ કરે છે, તેની દરેક પીડાનો નાશ થાય છે.

પીપળાના 11 પાનથી પવનપુત્રને કરો પ્રસન્ન, ક્યારેય નહીં અનુભવો આર્થિક સંકડામણ
પીપળાના 11 પાનથી પવનપુત્રની મેળવો કૃપા

Follow us on

નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બિરા ।।

હનુમાન (HANUMAN) ચાલીસાની આ ચોપાઈ જ જણાવે છે કે જે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનું નિત્ય સ્મરણ કરે છે, તેની દરેક પીડાનો નાશ થાય છે. હનુમાનજી તો સ્મરણ માત્રથી સમસ્ત કષ્ટનું નિવારણ કરનારા દેવ છે. તે તો હનુમાન ચાલીસાના નિત્ય પઠન માત્રથી પણ વ્યકિતની આધિ, વ્યાધિ અને ઉપાધીને હરી લે છે. પરંતુ, જો આપ હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો તમારે પીપળાના પાનનો આ ઉપાય અચુક અજમાવવો જોઈએ.

 

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

વાસ્તવમાં પીપળાના પાન સંબંધી આ પ્રયોગમાં આવનારા સંકટોને રોકવાનું સામર્થ્ય છે. ઉલ્લેખનીય છે કે આ એક લૌકિક ઉપાય છે. પણ માન્યતા અનુસાર પીપળાના માત્ર 11 પાન તમને પવનપુત્રની પ્રસન્નતા પ્રાપ્ત કરાવી શકે છે. તે ભક્તની નાણાંની તંગીને દૂર કરી દેશે અને પછી તેને જીવનમાં ક્યારેય આર્થિક સંકડામણનો સામનો નહીં કરવો પડે.

 

પ્રયોગની સરળ વિધિ

  1. વહેલી સવારે સ્નાન બાદ પીપળાના વૃક્ષ પરથી 11 પાંદડા તોડી ઘરે લાવો.
  2. એક પણ પાન તૂટેલું ન હોય તેનું ખાસ ધ્યાન રાખો.
  3. પીપળાના પાનને ગંગાજળથી સ્વચ્છ કરી લો.
  4. પાન પર ચંદનથી ‘શ્રીરામ’નું નામ લખો.
  5. આ 11 પાંદડાની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરો.
  6. પુનઃ પીપળા પાસે જઈ વૃક્ષને પાણી ચઢાવી, 7 પ્રદક્ષિણા કરો.
  7. પીપળાની નીચે જ બેસી હનુમાન ચાલીસાના પાઠ કરો.

 

માન્યતા અનુસાર મંગળવાર અને શનિવારના રોજ આ પ્રયોગ વિશેષ લાભદાયી બની રહેશે. પીપળાના માત્ર 11 પાનથી પવનપુત્રની પૂજાની આ સરળ વિધિ ભક્તને વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવશે. આ પૂજાવિધિથી વિવિધ સંકટોથી તેમજ આર્થિક સંકડામણથી તો મુક્તિ મળશે. સાથે જ જીવનમાં ક્યારેય નાણાંની તંગી નહીં વરતાય.

 

આ પણ વાંચો આ રીતે કરો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ, પૂર્ણ થશે તમામ અભિલાષ

Next Article