દિવાળી(Diwali) ને બીજા જ દિવસે ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ(solar eclipse) હોવાથી આ દિવસને પડતર દિવસ ગણવામાં આવશે અને ત્યારબાદ ૨૬ ઓક્ટોબર બુધવારે બેસતુ વર્ષ ઉજવાશે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિક્રમ સંવત ૨૦૭૮ નું છેલ્લું અને વર્ષના છેલ્લા દિવસે થનાર ગ્રહણ હશે.
આ સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર મંગળવારે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થશે. સાંજે ૪.૨૮મિનિટ અને ૨૧ સેકન્ડ એ સૂર્યગ્રહણ શરૂ થશે. સાંજે ૬.૩૨ મિનિટ અને ૧૧ સેકન્ડ એ પુર્ણ થસે ગ્રહણ પૂર્ણ થશે. જે જગ્યાએ ગ્રહણ પૂર્ણ થતાં પહેલાં જ સૂર્ય અસ્ત થશે, ત્યાં સૂર્યાસ્ત સાથે જ ગ્રહણ પૂર્ણ થઈ જશે.
ખગોળ અને શાસ્ત્ર ની દૃષ્ટિએ જ્યારે ચંદ્ર ,પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને આ ત્રણેય ગ્રહો એક સીધી લાઇનમાં હોય છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને જ્યાં ચંદ્રનો પડછાયો પડે છે, ત્યાં સૂર્ય દેખાતો નથી જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે પરંતુ સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ ની અસરો પૃથ્વી પર નિવાસ કરતા લોકો ઉપર અચૂક પડે છે ભૂતકાળમાં પણ કેટલાય સૂર્યગ્રહણો એ તીવ્ર અસર કરી છે ધાર્મિક રીતે ગ્રહણ સમયે કોઈ પણ શુભ કાર્યો કરાતા નથી.
જો વાત કરીએ આ સૂર્ય ગ્રહણની તો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે જેથી તેનો સંપૂર્ણ દોષ લાગશે માટે પાડવાનું રહેશે જેથી ૨૫ ઓક્ટોબર મંગળવારે આ ગ્રહણ થવાનું હોવાથી આ દિવસ પડતર દિવસ ગણાશે, નવા વેપાર ધંધા નું શુભ મુહૂર્ત આ દિવસે નહીં કરી શકાય કારણ કે સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થયાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે જેથી સૂતક 25 ઓક્ટોબર મંગળવારે વહેલી સવારે 4-27 મિનિટ થી શરૂ થશે. જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે ગ્રહણનું સૂતક પણ સમાપ્ત થઈ જશે આમ પૂરા દિવસ સૂતક રહેશે માટે જ બીજા દિવસે 26 ઓક્ટોબર બુધવારે નવા વર્ષની પેઢી ખોલવાનું મુહૂર્ત કરાશે
જાણીતા.