દેવી-દેવતાઓને સમર્પિત છે સપ્તાહનો દરેક દિવસ, જાણો ક્યા દિવસે કયું કાર્ય કરવું રહેશે શુભ ?

|

Jul 22, 2021 | 7:06 AM

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક દિવસનું પોતાનું મહત્વ છે. શુભ-અશુભતાના દૃષ્ટિકોણથી, દરેક દિવસમાં વિવિધ કાર્યો કરવાનું કહેવામાં આવ્યું છે.

દેવી-દેવતાઓને સમર્પિત છે સપ્તાહનો દરેક દિવસ, જાણો ક્યા દિવસે કયું કાર્ય કરવું રહેશે શુભ ?
અઠવાડિયાના સાત દિવસ ફક્ત નવ ગ્રહો સાથે જ નહીં પણ વિવિધ દેવી-દેવતાઓ સાથે પણ સબંધ ધરાવે છે

Follow us on

અઠવાડિયાના સાત દિવસ ફક્ત નવ ગ્રહો સાથે જ નહીં પણ વિવિધ દેવી-દેવતાઓ સાથે પણ સબંધ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક દિવસનું પોતાનું મહત્વ છે. શુભ-અશુભતાના દૃષ્ટિકોણથી, દરેક દિવસમાં વિવિધ કાર્યો કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર શુભ અને માંગલિક કાર્યો માટે અત્યંત શુભ હોવાનું માનવામાં આવે છે. રવિવાર, મંગળવાર અને શનિવારને ક્રૂર વાર ગણાવ્યા છે. ચાલો આપણે જાણીએ કે કયા દિવસે, કયા કાર્ય પર, શુભ પરિણામ ટૂંક સમયમાં પ્રાપ્ત થાય છે.

રવિવારના કાર્યો
ક્રૂર પ્રવૃત્તિઓ માટે રવિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમ કે શસ્ત્રોનો ઉપયોગ, યુદ્ધ, અગ્નિથી સંબંધિત કામ વગેરે. આ દિવસે રવિવારે રાજ્યાભિષેક, રાજકીય કાર્ય, સરકારી કામ વગેરે માટે ખૂબ ફળદાયક માનવામાં આવે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

સોમવારના કાર્યો
સોમવાર ચંદ્રદેવ અને ભગવાન શિવનો વાર માનવામાં આવે છે. આ દિવસને ઘરેણાં બનાવવા, લેતી-દેતીના વ્યવહારનું કામ, વૃક્ષારોપણ, પુરુષ-સ્ત્રી સંબંધો વગેરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મંગળવારના કાર્યો
મંગળવાર શ્રી હનુમાનજીને સમર્પિત છે. આ દિવસ દુશ્મનોમાં કૂટ પાડવા માટે, જૂઠાણા, કપટ, કસરત, યુદ્ધ, શસ્ત્રોનો ઉપયોગ, સંધિ-વિચ્છેદ માટે શુભ માનવામાં આવે છે.

બુધવારના કાર્યો
બુધ ગ્રહ સાથે સંબંધિત, આ દિવસ ભગવાન ગણપતિની ઉપાસના માટે જાણીતો છે. આ દિવસે વાંચન, લેખન, કળા, વ્યવસાય, હસ્તકલા વગેરે કાર્યો કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસ વિવાદોના નિરાકરણ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગુરુવારના કાર્યો
ગુરુવારે દેવગુરુ બૃહસ્પતિની પૂજા અર્ચના માટે સમર્પિત છે. આ દિવસે ધાર્મિક અને શુભ કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે યજ્ઞ, વિદ્યા-અભ્યાસ, મુસાફરી, સવારી, ઔષધીઓ, ઝવેરાત વગેરેને લાગતાં માટે પણ ખૂબ શુભ છે.

શુક્રવારના કાર્યો
શુક્ર દેવ સાથે સંબંધિત આ દિવસ દેવીની સાધના-આરાધના માટે જાણીતો છે. આ દિવસ પુરુષ-સ્ત્રી સંબંધો સ્થાપિત કરવા માટે, ગીત-સંગીત, ખેતી, નવા કપડા પહેરવા માટે, જમીન-સંપત્તિ અને પ્રેમાલાપ માટે શુભ માનવામાં આવે છે.

શનિવાર કાર્યો
શનિવાર મુખ્યત્વે શનિ ગ્રહની ઉપાસના માટે જાણીતો છે. આ દિવસે ક્રૂર કાર્ય કરવાથી સફળતા મળે છે. ઉદાહરણ તરીકે, તંત્ર-મંત્ર જેવા કામ, અસ્ત્ર-શસ્ત્રનો ઉપયોગ, લોખંડ, સીસું વગેરેને લાગતાં કામ, આ દિવસે ભારે વાહનો લેવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે, આ દિવસને છેતરપિંડીથી બચવા માટે પણ ફળદાયક માનવામાં આવે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેના કોઈ જ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. આ લેખને સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

Next Article