Shradh Paksh 2022: શું કુંડળીમાં છે રાહુ-કેતુનો પ્રભાવ ? પિતૃ પક્ષમાં કરી લો આ સરળ ઉપાય, દૂર થશે દરેક અશુભ અસર

પિતૃ પક્ષ (Pitru paksh) પિતૃ દોષને નિવારવા માટે શુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં રાહુ કેતુના ખરાબ પ્રવાહને પણ દૂર કરી શકો છો. શ્રાદ્ધ પક્ષમાં કરેલા કેટલાક સરળ ઉપાય આપની કુંડળીમાંથી દૂર કરશે રાહુ કેતુનો ખરાબ પ્રભાવ !

Shradh Paksh 2022: શું કુંડળીમાં છે રાહુ-કેતુનો પ્રભાવ ? પિતૃ પક્ષમાં કરી લો આ સરળ ઉપાય, દૂર થશે દરેક અશુભ અસર
shadh paksha 2022
| Edited By: | Updated on: Sep 12, 2022 | 6:19 AM

પિતૃ પક્ષ (Pitru paksh) રાહુ-કેતુના (Rahu-ketu) નિવારણ માટે ખાસ માનવામાં આવે છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે પિતૃ પક્ષ દરમિયાન પીંડદાન અને તર્પણ કરવાનું વિધાન શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ નિમિત્તે પીંડદાન (Pind dan) કરવાથી પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિતૃ પક્ષમાં પિતૃઓ ખુશ થઇને તેમના સંતાનોને આશીર્વાદ પ્રદાન કરે છે. પિતૃપ ક્ષમાં શ્રાદ્ધ કરવાની પરંપરા 3 પેઢી સુધી નિભાવવામાં આવે છે. તેની સાથે જ પિતૃ પક્ષમાં રાહુ-કેતુના દોષ દૂર કરવાના પણ ઉપાયો છે. તો ચાલો જાણીએ પિતૃપક્ષમાં રાહુ-કેતુના ખરાબ પ્રભાવને દૂર કરવાના ઉપાયો.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુનું મહત્વ

વૈદિક જ્યોતિષમાં રાહુ-કેતુને સ્વતંત્ર ગ્રહ માનવામાં નથી આવતા પરંતુ તે એક છાયા ગ્રહ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર રાહુ-કેતુની અશુભ અસરના કારણે જાતકની કુંડળીમાં કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. રાહુ અને કેતુની સ્થિતિ કુંડળીમાં શુભ માનવામાં નથી આવતી. આમ જોઇએ તો આ બંને છાયા ગ્રહ જીવનમાં મુસીબતો ઊભી કરે છે. જેના કારણે જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. સતત અડચણોનો સામનો કરવો પડતો હોય છે. માનસિક તણાવ કે કામમાં અવરોધો આવવા એ રાહુ-કેતુના લક્ષણો માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પિતૃ પક્ષમાં પિતૃ દોષથી બચાવના ઉપાયો કરી શકાય છે.

આ સરળ ઉપાય દૂર થશે રાહુ- કેતુનો પ્રભાવ

ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃઓને પહેરવા માટે યોગ્ય વસ્ત્રોનું દાન કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ-કેતુના નિવારણ માટે પિતૃપક્ષમાં ચપ્પલ, છત્રીનું દાન કરવું સારુ માનવામાં આવે છે. આ દરમ્યાન કોઇ જરૂરિયાત મંદને આ વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃપક્ષ દરમ્યાન ભૂખ્યા, ગરીબ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ ગણવામાં આવે છે. એક માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી રાહુ-કેતુની દશા સારી થઇ જાય છે.

કેતુની અશુભ અસરને દૂર કરવા કે તેનાથી બચવા માટે કેતુ બીજ મંત્ર શ્રં શ્રી શ્રૌંસાહ કેતવે નમ: નો જાપ સંપૂર્ણ પિતૃપક્ષ દરમ્યાન કરવો જોઇએ. તેનાથી વ્યક્તિને ઘણી રાહત મળે છે.

પિતૃ પક્ષમાં કેતુની દશામાંથી મુક્તિ મેળવવા માટે તલ, ધજા, કાજલ, ગરમ વસ્ત્રોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

પિતૃ પક્ષ દરમ્યાન રાહુના ખરાબ પ્રભાવને નિવારવા માટે નિયમિત રૂપથી સ્નાન કર્યા બાદ ભ્રાં ભં ભ્રાં ભ્રૌં સહ રાહે નમ: મંત્રની એક માળા અવશ્ય જાપ કરવી.

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)