Bhakti : સુંદરકાંડનો પાઠ શું એક જ વારમાં પૂર્ણ કરવાનો હોય છે ?

|

Dec 07, 2021 | 6:29 AM

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ સૌથી અચૂક માનવામાં આવે છે. તમે સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તો તમારી સઘળી સમસ્યાઓ દૂર થશે. તેમજ તમને જીવનમાં દરેક પ્રકારની સુખ, શાંતિની પ્રાપ્તિ થશે.જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષીઓના મત મુજબ વિષમ પરિસ્થિતિઓમાં સુંદરકાંડના પાઠની સલાહ આપવામાં આવે છે.

Bhakti : સુંદરકાંડનો પાઠ શું એક જ વારમાં પૂર્ણ કરવાનો હોય છે ?
હનુમાનજી

Follow us on

પવનપુત્ર હનુમાનજીનું આમ તો સ્મરણ કરોને હનુમાનજી પ્રસન્ન થઇ જતા હોય છે. જાણે કે બધી જ ચિંતાઓનું શમન તે પોતે જ કરી લે છે. જે લોકો નિત્ય તેમના નામનું સ્મરણ કરે છે તેમને આધિ, વ્યાધિ, ઉપાધિથી છુટકારો મળે છે. એટલું જ નહીં પણ જો તમે સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તો તમારી સઘળી સમસ્યાઓ દૂર થશે. તેમજ તમને જીવનમાં દરેક પ્રકારની સુખ, શાંતિની પ્રાપ્તિ થશે.

1) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ સૌથી અચૂક માનવામાં આવે છે. આ તુલસીદાસકૃત રામચરિત માનસનો પાંચમો કાંડ છે. તો ચાલો જાણીએ સુંદરકાંડના પાઠ વિશેની માહિતી કે સુંદરકાંડનો પાઠ એક જ વારમાં પૂર્ણ કરવો જોઇએ કે અડધો અડધો પાઠ કરીએ તો ચાલે ?
2) સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનજીની વિજયનો કાંડ છે. સુંદરકાંડનો પાઠ બધી મનોકામનાઓ પૂર્ણ કરવાવાળો માનવામાં આવે છે. કોઇપણ પ્રકારની પરેશાની કે સંકટ હોય સુંદરકાંડના પાઠથી આ સંકટ તરત જ દૂર થઇ જાય છે.
3) હનુમાનજીના સુંદરકાંડનો પાઠ સપ્તાહમાં એકવાર જરૂર કરવો જોઇએ. જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષીઓના મત મુજબ વિષમ પરિસ્થિતિઓમાં સુંદરકાંડના પાઠની સલાહ આપવામાં આવે છે.સપ્તાહમાં એકવાર પાઠ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ વધે છે. 40 સપ્તાહ સુધી સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં ખૂબ જ સુંદર હકારાત્મક બદલાવ જોવા મળે છે.
4) જાણકારોના મત મુજબ તો સુંદરકાંડનો પાઠ એક જ વારમાં કરવો જોઇએ પરંતુ જો તમે એવું નથી કરી શકતા તો એક જ દિવસમાં આ પાઠ ટુકડે ટુકડે પૂર્ણ કરવો જોઇએ. આ પાઠમાં કોઇપણ પ્રકારનો અંતરાલ ન થવો જોઇએ
5) સુંદરકાંડના નિયમિત પાઠ કરવાથી દેવા અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. હનુમાનજીની ભક્તિ કરનાર અને નિયમિત સુંદરકાંડનો પાઠ કરનાર વ્યક્તિને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મળે છે અને પ્રગતિ થતી રહે છે.
6) સુંદરકાંડના પાઠની શરૂઆત મંગળવાર કે શનિવારના દિવસથી કરવો જોઇએ. તેમાં સ્વસ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. હનુમાનજીની સાથે સાથે સીતા-રામની મૂર્તિઓની પૂજા પણ કરવી જોઇએ તેના પછી જ સુંદરકાંડના પાઠની શરૂઆત કરવી જોઇએ. હનુમાનજીની પૂજા ફળ, પુષ્પ, મિઠાઇ અને સિંદૂરથી કરવી જોઇએ. સુંદરકાંડનો પાઠ શરૂ કરતાં પહેલા ગણેશ વંદના અવશ્ય કરવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત

આ પણ વાંચો : રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઇ દ્વારા સમગ્ર માનવજાતને બોધ આપતા કહે છે

આ પણ વાંચો : રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા શ્રી રામે કર્યો હતો આ સ્ત્રોતનો પાઠ, તમે પણ જાણો તેનો અદ્ભુત મહિમા

Next Article