લીલો રંગ કેવી રીતે કરશે તમારો ભાગ્યોદય ? જાણો, બુધવાર સાથે જોડાયેલું લીલા રંગનું રહસ્ય !

|

Mar 23, 2022 | 6:26 AM

લૌકિક માન્યતા અનુસાર આ દિવસે વ્યક્તિએ લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા. જો લીલા રંગના વસ્ત્ર ન હોય તો લીલા રંગનો હાથરૂમાલ પણ પાસે રાખી શકાય. કહે છે કે, લીલો રંગ બુધ ગ્રહની સાત્વિક ઊર્જાની અસર આપના સ્વાસ્થ્ય પર કરે છે. અને આપની બુદ્ધિને પણ એકાગ્ર રાખવામાં મદદરૂપ બને છે.

લીલો રંગ કેવી રીતે કરશે તમારો ભાગ્યોદય ? જાણો, બુધવાર સાથે જોડાયેલું લીલા રંગનું રહસ્ય !
Ganesh puja (symbolic image)

Follow us on

લૌકિક માન્યતામાં બુધવાર(Wednesday)નો દિવસ એ શ્રીગણેશ અને માતા દુર્ગાને સમર્પિત મનાય છે. પ્રચલિત મત એવો છે કે જો આ દિવસે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખીએ તો ‘બુધવાર’ની મદદથી આપણે અનેકવિધ લાભની પ્રાપ્તિ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ વાર એ કેટલાંક કાર્યો માટે શુભ તો કેટલાંક કાર્યો માટે અશુભ મનાય છે. ત્યારે જો, તે વાતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસથી વિધ-વિધ પ્રકારના લાભની પ્રાપ્તિ થતી હોય છે. એક ઉપાય કરવા માત્રથી વ્યક્તિની કિસ્મત પણ બદલાઈ જતી હોય છે. આવો તે વિશે જ આજે વિગતે માહિતી મેળવીએ.

રોકાયેલા કામ પૂર્ણ થશે

⦁ બુધવારના દિવસે ઘરેથી કોઇપણ કાર્ય માટે નિકળતા પહેલા સિંદૂરનું તિલક અવશ્ય લગાવવું. જે આપના માટે શુભ ફળદાયી બનશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

⦁ આ દિવસે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા.

⦁ જો લીલા રંગના વસ્ત્ર ન હોય તો લીલા રંગનો હાથરૂમાલ પાસે રાખી શકો છો.

⦁ લીલો રંગ બુધ ગ્રહની સાત્વિક ઊર્જાની અસર આપના સ્વાસ્થ્ય પર કરે છે.

⦁ લીલો રંગ આપની બુદ્ધિને એકાગ્ર કરવામાં પણ આપની મદદ કરે છે. જેનાથી આપની નિર્ણયશક્તિમાં વધારો થશે.

ઉધાર લેવડદેવડ બિલકુલ ન કરવી

⦁ બુધ ગ્રહનો સીધો સંબંધ વ્યાપાર સાથે છે. એવી માન્યતા છે કે બુધવારના દિવસે કોઇની પણ પાસેથી ઉધાર લેવડ દેવડ કરવી જોઈએ નહીં.

⦁ આ દિવસે ઉધાર લેવડ દેવડ કરવાથી વ્યક્તિની ધન સંપત્તિમાં નુકસાન થાય છે.

⦁ આર્થિક સમૃદ્ધિ માટે બુધવારના દિવસે ધનમાં રોકણ કરવું ઉત્તમ માનવામાં આવે છે.

⦁ જો તમે શેરબજારમાં આપના પૈસાનું રોકાણ કરવા ઇચ્છો છો કે અન્ય કોઇ માધ્યમોથી ધનમાં વધારો કરવા ઇચ્છો છો તો બુધવારના દિવસે ધન જમા કરવાનું શરૂ કરવું જોઇએ.

કિન્નરને આપો દાન

⦁ આ દિવસે આપને જો કોઇ કિન્નરના દર્શન થાય તો તેમને કેટલાક પૈસા કે શ્રૃંગારની સામગ્રી દાન કરવી જોઇએ. આ કાર્ય કરવાથી આપને કિન્નરના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ વસ્તુને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.

⦁ કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે માનવામાં આવે છે. એટલે આજના દિવસે તેમને કરવામાં આવતા દાનથી આપના પર બુધ ગ્રહનો શુભ પ્રભાવ જોવા મળશે.

⦁ આ ઉપાયથી આપના ધન, સંપત્તિ, શિક્ષા, તેમજ ઘરની મહિલાઓ સાથેના સંબંધો સારા રહેશે.

બુધવારની યાત્રામાં લાભ માટે અજમાવો આ ઉપાય

⦁ બુધવારના દિવસે જો તમે યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ તો આપની યાત્રા પૂર્વ કે દક્ષિણ દિશા તરફની હોવી જોઇએ.

⦁ બુધવારના દિવસે ઉત્તર અને પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે આ દિશામાં શૂળ હોવાની માન્યતા છે જે કષ્ટદાયી થઇ શકે છે.

⦁ જો યાત્રા કોઇપણ કારણસર ટાળી શકાય તેમ ન હોય તો વરિયાળી કે મગની દાળ ખાઇને યાત્રા માટે નીકળવું.

બુધવારે મહિલાઓ અને પુરુષો રાખે ખાસ આ બાબતોનું ધ્યાન

⦁ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલાઓએ બુધવારના દિવસે લીલા રંગની બંગડીઓ ધારણ કરવી જોઇએ.

⦁ આ દિવસે મહેંદી લગાડવી શુભ માનવામાં આવે છે.

⦁ પુરુષોએ બુધવારના દિવસને ભાગ્યશાળી બનાવવા માટે અખંડ સૌભાગ્યવતી મહિલાઓને તેમજ કુંવારી કન્યાઓને લીલા રંગની બંગડીઓ ભેટ તરીકે આપવી જોઈએ.

⦁ માતાઓએ પોતાના બાળકોની સલામતી અને સ્વાસ્થ્ય માટે બુધવારના દિવસે વાળ ન ધોવા જોઇએ.

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : મહેનત કર્યા પછી પણ નથી મળતું તમને ઈચ્છિત પરિણામ? કાર્યસ્થળ પર અજમાવો આ વાસ્તુ ઉપાય

આ પણ વાંચો : મોંઘા રત્ન પહેરવા નથી પરવળતા? તો આ જડીબુટ્ટી પહેરો, ગ્રહોના દુષ્પ્રભાવનો થશે નાશ

Next Article