Shravan-2021: અહીં સ્વયં દેવતાઓએ કરી શિવલિંગની સ્થાપના, જાણો, કચ્છના કોટેશ્વર શિવલિંગનો મહિમા

|

Aug 13, 2021 | 1:14 PM

આ શિવલિંગ તો સ્વયં 33 કોટિ દેવતાઓ દ્વારા સ્થાપિત હોવાની માન્યતા છે. એટલું જ નહીં, કહે છે કે આ શિવલિંગ તો એ જ ધરા પર વિદ્યમાન છે કે જ્યાં એક સમયે મહાદેવનું સૌથી શક્તિશાળી શિવલિંગ સ્થાપિત થયું હતું. અને તે શિવલિંગ એટલે ‘આત્મલિંગ' !

Shravan-2021: અહીં સ્વયં દેવતાઓએ કરી શિવલિંગની સ્થાપના, જાણો, કચ્છના કોટેશ્વર શિવલિંગનો મહિમા
કરોડગણાં પુણ્યની પ્રાપ્તિ કરાવશે કોટેશ્વર મહાદેવ

Follow us on

Shravan-2021: આપણે એક શિવલિંગના (shivling) દર્શન કરીએ અને એ દર્શન માત્રથી કરોડ ગણાં પુણ્યની પ્રાપ્તિ થાય એવું ક્યારેય તમે સાંભળ્યું છે ? હા, એક શિવલિંગના દર્શન અને કરોડ ગણું પુણ્ય ! આજે અમારે એક એવાં જ શિવાલયની વાત કરવી છે, કે જેની સાથે કંઈક આવી જ માન્યતા જોડાયેલી છે. આ શિવાલય એટલે કચ્છમાં આવેલું સુપ્રસિદ્ધ કોટેશ્વર (koteshwar) ધામ.

કચ્છના લખપત તાલુકામાં કોટેશ્વર મહાદેવનું મંદિર વિદ્યમાન છે. દરિયાકિનારે સ્થાપિત આ મંદિરના સાનિધ્યે સતત ઘૂઘવતા દરિયાનો અવાજ પડઘાતો રહે છે. જેને સાંભળતા જ ભક્તોને સહેજે સોમનાથ અને રામેશ્વરના મંદિરોનું સ્મરણ થઈ આવે છે. અહીં ગર્ભગૃહની મધ્યે મહેશ્વનું અત્યંત સુંદર રૂપ પ્રસ્થાપિત થયું છે. આ મહાદેવ એટલે તો, ભક્તોને કોટિ આશિષ પ્રદાન કરતા ‘કોટેશ્વર’ મહાદેવ.

માન્યતા અનુસાર કોટેશ્વર મહાદેવના તો દર્શન માત્રથી ભક્તોને કરોડગણાં પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. કારણ કે, આ શિવલિંગ તો સ્વયં 33 કોટિ દેવતાઓ દ્વારા સ્થાપિત હોવાની માન્યતા છે. એટલું જ નહીં, કહે છે કે આ શિવલિંગ તો એ જ ધરા પર વિદ્યમાન છે, કે જ્યાં એક સમયે મહાદેવનું સૌથી શક્તિશાળી શિવલિંગ સ્થાપિત થયું હતું. અને તે શિવલિંગ એટલે ‘આત્મલિંગ’ !

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રચલિત કથા અનુસાર અમરત્વનું વરદાન પ્રાપ્ત કરવા રાવણે દેવાધિદેવની ઘોર તપસ્યા કરી. મહાદેવે પ્રસન્ન થઈ સ્વયં તેમની જ આત્મામાંથી એક શિવલિંગ પ્રગટ કરી રાવણને આપ્યું. અને કહ્યું કે, “જ્યાં સુધી આ શિવલિંગ તારી સાથે હશે, ત્યાં સુધી તને કોઈ પરાસ્ત નહીં કરી શકે ! પણ હા, આ શિવલિંગ તું જે સ્થાન પર મુકીશ, ત્યાં જ તે સ્થાપિત થઈ જશે.”

કહે છે કે, આત્મલિંગ પ્રાપ્ત કરી રાવણ તો પ્રસન્ન થઈ ગયો. પણ, બીજી તરફ રાવણ અમર થઈ જશે તે ભયે દેવતાઓ ભયભીત થઈ ગયા. તેમણએ બ્રહ્મા અને વિષ્ણુને પ્રાર્થના કરી. કોટેશ્વરની કથા અનુસાર સ્વયં બ્રહ્માજીએ ગાયનું અને વિષ્ણુજીએ બ્રાહ્મણનું રૂપ ધર્યું. ગાય રૂપ બ્રહ્માજી કાદવના ખાડામાં ખૂંપી ગયા. જેવો રાવણ આત્મલિંગ લઈ કચ્છના આજના કોટેશ્વરમાં પહોંચ્યો, તે સાથે જ બ્રાહ્મણ રૂપી વિષ્ણુએ કાદવમાં ફસાયેલી ગાય કાઢવા રાવણની મદદ માંગી. અનિચ્છા છતાં ગૌહત્યાનું પાપ લાગવાના ડરે રાવણ મદદ માટે તૈયાર થયો. અનેક પ્રયાસ છતાં ગાય ન નીકળી ત્યારે રાવણે શિવલિંગ જમીન પર મૂકી દીધું. અને ત્યાં જ દેવતાઓની માયા સંકેલાઈ ગઈ.

રાવણ સમજી ગયો કે આ દેવતાઓની માયા છે. તે આત્મલિંગ લેવાં પહોંચ્યો, તો શિવજીએ ત્યાં એક જેવાં જ કરોડ શિવલિંગ ઉત્પન્ન કરી દીધાં. સાચું આત્મલિંગ કયું છે તે ન કળાતા, રાવણ આત્મલિંગ વિના જ લંકા પરત ફર્યો અને પછી શ્રીરામના હાથે તેનો વધ થયો. કહે છે કે રાવણના વધ બાદ શિવજીએ અહીંના કરોડ શિવલિંગ અદ્રશ્ય કરી દીધાં. પણ, શિવજીની જ કૃપાથી રાવણનો વધ શક્ય બન્યો હોઈ, સર્વ દેવી-દેવતાઓએ ભેગા થઈ આ ધરા પર શિવલિંગની સ્થાપના કરી.

આમ, કોટેશ્વર મહાદેવ એ તો સ્વયં દેવતાઓના હસ્તે સ્થાપિત હોવાની લોકવાયકાને લીધે જ શ્રદ્ધાળુઓને મન અહીં દર્શનનો સવિશેષ મહિમા છે.

આ પણ વાંચો : પુષ્પથી પ્રસન્ન થશે પાર્વતી પતિ ! જાણો આ શ્રાવણમાં કઈ કામના માટે શિવજીને કયું ફૂલ કરશો અર્પણ ?

આ પણ વાંચો : ક્યાં બિરાજમાન થયું છે દેવાધિદેવ મહાદેવનું સૌથી દુર્લભ મૂર્તિ રૂપ ? જાણો ‘સમાધિશ્વર’નું રહસ્ય

Published On - 1:14 pm, Fri, 13 August 21

Next Article