ઘરના મંદિરમાં શાલીગ્રામની હાજરી માત્રથી પ્રાપ્ત થશે અનેક તીર્થોનું પુણ્ય ! જાણો પૂજન માહાત્મ્ય

|

Jan 11, 2022 | 6:28 AM

શાલીગ્રામના નિત્ય પૂજનથી તન, મન, અને ધનની દરેક સમસ્યાઓ દૂર થાય છે. દરેક પ્રકારની નબળાઇ અને દોષ દૂર થાય છે. કહે છે કે જે ઘરમાં શાલીગ્રામ હોય તે ઘર તીર્થોથી પણ વધુ શ્રેષ્ઠ મનાય છે. શાલીગ્રામના તો દર્શન અને પૂજન માત્રથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.

ઘરના મંદિરમાં શાલીગ્રામની હાજરી માત્રથી પ્રાપ્ત થશે અનેક તીર્થોનું પુણ્ય ! જાણો પૂજન માહાત્મ્ય
Shaligram (symbolic image)

Follow us on

શાલીગ્રામ એ ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું જ સ્વરૂપ મનાય છે. શ્યામ પત્થર જેવું સ્વરૂપ ધરાવતા શાલીગ્રામમાં ચક્રનું નિશાન બનેલું હોય છે. જે શિલા પર આ ચિન્હ ન હોય તે પૂજા માટે યોગ્ય નથી ગણાતી. શાલીગ્રામ એ બધાં પ્રકારની મૂર્તિઓમાં સર્વશ્રેષ્ઠ છે અને તેની પૂજાનું વિધાન છે. કહે છે કે શાલીગ્રામના ઘરમાં હોવા માત્રથી જ વ્યક્તિને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.

શાલીગ્રામને ઘરમાં રાખવાથી થતા લાભ

શાલીગ્રામનો રંગ શ્યામ હોય છે અને તેનો આકાર લંબગોળ જેવો હોય છે. સાથે જ તેની સપાટી લીસ્સી હોય છે. શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો એક અવતાર માનવામાં આવે છે. તુલસીના છોડમાં શાલીગ્રામ રાખવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં શાલીગ્રામની પૂજા થતી હોય છે તે ઘરમાં તમામ પ્રકારના વાસ્તુદોષ નાશ પામે છે. ઘરની દરેક પ્રકારની સમસ્યાનો અંત આવે છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

માતા લક્ષ્મીનો વાસ

જે ઘરમાં દરરોજ શાલીગ્રામની પૂજા થાય છે તે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. જે નિરંતર શાલીગ્રામ શીલાને જળાભિષેક કરે છે તે સંપૂર્ણ દાન-પુણ્યના ઉત્તમ ફળનો અધિકારી બને છે. શાલીગ્રામ સ્વયંભૂ હોવાના કારણે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી રહેતી અને ભક્તજન તેમના ઘર તેમજ મંદિરમાં સ્વયં પૂજા કરી શકે છે.

શાલીગ્રામનું રૂપ કેવું હોય છે ?

દરેક સ્થાન પર શાલીગ્રામના અલગ અલગ રૂપો પ્રાપ્ત થાય છે. કેટલાકમાં પત્થરોની અંદર જ શંખ, ચક્ર, ગદા કે પદ્મ જેવા આકાર બનેલા હોય છે. કેટલાક પત્થરોમાં સફેદ રંગની ગોળ ધારાઓ હોય છે જે ચક્ર સમાન હોય છે. કેટલાક દુર્લભ શાલીગ્રામ પર આ રેખાઓ પીળા રંગની પણ હોય છે.

ફળદાયી શાલીગ્રામ પૂજન

1. શાલીગ્રામની પૂજા તુલસી વિના અધૂરી છે. તુલસી અર્પણ કરેલ શાલીગ્રામ તરત જ પ્રસન્ન થાય છે.

2. શાલીગ્રામ અને તુલસીના વિવાહ કરાવવાથી રોગ અને દોષ દૂર થાય છે સાથે જ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. એવું પુણ્યફળ કે જે કન્યાદાન કરવાથી પ્રાપ્ત થાય છે !

3. દરરોજની પૂજામાં શાલીગ્રામજીને સ્નાન કરાવીને ચંદન અને તુલસીદળ અર્પણ કરવામાં આવે છે. તેનું ચરણામૃત પણ ગ્રહણ કરવામાં આવે છે. આવું કરવાથી તન, મન, અને ધનની દરેક સમસ્યાઓ દૂર થાય છે. દરેક પ્રકારની નબળાઇ અને દોષ દૂર થાય છે.

4. પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે શાલીગ્રામ જે ઘરમાં હોય છે તે ઘર તીર્થોથી પણ વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમનું દર્શન અને પૂજન કરવાથી દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સવારે ઉઠતાની સાથે જ કરો આટલા કામ, ચમકી ઉઠશે તમારૂ કિસ્મત

આ પણ વાંચો : દેવી દેવતાઓ સાથે જોડાયેલું છે રુદ્રાક્ષનું બીજ, ધારણ કર્યા પહેલા જરૂર જપો તેનો આ મંત્ર

Next Article