Ganpati Visarjan 2021 Wishes: હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી પર બાપાનું ધામધૂમથી વિસર્જન (Ganesh Visarjan 2021) કરવામાં આવે છે. દર વખતે આ તહેવાર અનંત ચતુર્દશી (Anant Chaturdarshi) અને ગણેશ પર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનંત ચતુર્દશીનો દિવસ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને સમર્પિત છે અને ગણપતિ બાપ્પા (Ganpati Bappa) ની પૂજા કરવામાં આવે છે, તે ગણપતિ બાપ્પાના ભક્તો માટે મહત્વનો દિવસ છે.
ભક્તો ઢોલ વગાડીને બાપ્પાને વિદાય આપે છે અને બાપ્પાને આવતા વર્ષે આવવાની પ્રાર્થના કરવામાં આવે છે અને તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાપ્પા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. આ ખાસ પ્રસંગે, ડિજિટલ યુગમાં તમારા પ્રિયજનો અને મિત્રોને શુભેચ્છાઓ મોકલવાની પણ એક અલગ મજા છે. તો ચાલો જોઈએ બાપ્પાને પ્રસન્ન કરતા અમૂક શુભેચ્છા સંદેશ.
1 કેવી પરિસ્થિતિનું સર્જન છે આજે,
દુનિયાનાં સર્જનહારનું વિસર્જન છે.
💝 ગણપતિ બાપ્પા મોર્યા
2 સૂંઢ સમી લાંબી જિંદગી હોય તમારી,
મોદક સમા મધુરા રોજ દિવસ હોય તમારા.!!
🌹 અનંત ચતુર્દર્શીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
3 વક્રતુંડ મહાકાય સુર્ય કોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ-કાર્યેશુ સર્વદા.
💐 અનંત ચતુર્દર્શીની હાર્દિક શુભકામનાઓ 💐
4 દિલ સે જો ભી માંગોગે મિલેગા
યે ગણેશજી કા દરબાર હૈ,
દેવો કે દેવ વક્રતુંડ મહાકાયા કો
અપને હર ભક્ત સે પ્યાર હૈ.
🌹 હેપી અનંત ચતુર્દર્શી 🌹
5 વિઘ્નહર્તા-દુંદાળા દેવના આસ્થાપર્વ ગણેશ ચતુર્થીના પાવન અવસરે સૌ ગણેશ ભક્તોને જય શ્રી ગણેશ.
🌷 અનંત ચતુર્દર્શીનીની શુભેચ્છાઓ 🌷
6 અનંત ચતુર્દર્શીના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવનમાં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલ કામનાઓ.
🙏 શ્રી ગણેશાય નમઃ 🙏
7 વિધ્નહર્તા દેવ સમગ્ર વિશ્વ ઉપર આવેલ કોરોનારુપી વિધ્નને દુર કરે અને સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી પાર્થના.
🌸 ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 🌸
8 સૌ મિત્રોને અનંત ચતુર્દર્શીની ખૂબ ખૂબ શુભકામનાઓ, ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ સૌ મિત્રોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
💐 Happy Anant Chaturdashi 💐
આ પણ વાંચો: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભક્તોની ભારે ભીડ
આ પણ વાંચો: Ganesh Chaturthi 2021 : રાજા જનકના કયા અહંકારને તોડવા ગણેશજીએ લીધો બ્રાહ્મણનો વેશ ? જાણો રસપ્રદ કથા