ગણેશજીની થશે પૂજા અને મા લક્ષ્મી વરસાવશે કૃપા ! આ ઉપાય ખોલી દેશે બંધ નસીબનું તાળું !

|

Jan 04, 2023 | 6:17 AM

આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બુધવારના દિવસે ગણેશજીને (Ganeshaji) 21 કે 42 જાવંત્રી અર્પણ કરવી. આ ઉપાય કરવાથી આપના આર્થિક સંકટ દૂર થાય છે. સાથે જ દેવામાંથી ઝડપથી છૂટકારો મળતો હોવાની માન્યતા પણ પ્રચલિત છે.

ગણેશજીની થશે પૂજા અને મા લક્ષ્મી વરસાવશે કૃપા ! આ ઉપાય ખોલી દેશે બંધ નસીબનું તાળું !
Lord ganesh (symbolic image)

Follow us on

મંગળવારની જેમ જ બુધવારનો દિવસ પણ ગણપતિ દાદાને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીના કેટલાક ઉપાયો અજમાવીને તમે ગણેશજીની સાથે માતા લક્ષ્મીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો, આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.

હિન્દુ ધર્મમાં ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઇપણ શુભ કાર્ય અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ કરવામાં આવે છે. ગણેશજીની પૂજા સાથે કાર્યની શરૂઆત કરવાથી વ્યક્તિના કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. તો, બુધવારના દિવસે ગણેશજીની પૂજાનું ખાસ વિધાન છે. આ દિવસે ગણેશજીની પૂજા સાથે તેમની કૃપા મેળવવા માટેના કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તે જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોના દરેક કષ્ટોને હરી લે છે. તો ચાલો જાણીએ બુધવારના દિવસે કરવાના ખાસ ઉપાયો કે જેના દ્વારા આપના ઘરના ધન-ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે.

ગણેશ પૂજાથી લક્ષ્મીકૃપા !

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ગણેશ મંદિરમાં જઇને ગણેશજીને ગોળનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ ઉપાયથી ગણેશજીની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ વરસશે. કહે છે કે આવું કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન-ધાન્યની અછત નથી રહેતી. તો, આજના દિવસે તમે ગણેશજીને ગોળની સાથે મોદકનો ભોગ પણ અર્પણ કરી શકો છો.

ઋણમાંથી મુક્તિ !

આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બુધવારના દિવસે ગણેશજીને 21 કે 42 જાવંત્રી અર્પણ કરવી. આ ઉપાય કરવાથી આપના આર્થિક સંકટ દૂર થાય છે. સાથે જ બુધવારના દિવસે આખા મગને બાફીને તેમાં ઘી અને ખાંડ ઉમેરીને ગાયને ખવડાવવાથી વ્યક્તિને દેવામાંથી ઝડપથી છૂટકારો મળતો હોવાની માન્યતા પ્રચલિત છે.

આર્થિક સમૃદ્ધિ !

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે મંદિરમાં જઇને ગણેશજીને દૂર્વા અને લાડુ અર્પણ કરવા જોઇએ. આ ઉપાયથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં બુધવારના દિવસે 2 મુઠ્ઠી મગ લઇને પોતાની ઉપરથી ઉતારીને પોતાની મનોકામના બોલો અને પછી આ મગને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી પણ આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

સમસ્યાનું નિવારણ !

બુધવારના દિવસે ગણેશ પૂજા પછી કિન્નરને દાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. દાન કર્યા પછી કિન્નર પાસેથી કેટલાક પૈસા આશીર્વાદના રૂપમાં લઇ લેવા. ત્યારબાદ આ પૈસાને પૂજા સ્થાનમાં રાખી દેવા અને તેને ધૂપ-દીપ અર્પણ કરવા. આ ઉપાય કરવાથી આપની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.

અથર્વશીર્ષના પાઠ

જ્યોતિષીઓના જણાવ્યાનુસાર બુધવારના દિવસે અથર્વશીર્ષના પાઠ કરવાથી ગણેશજી જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. તેમજ ભક્તોના તમામ વિઘ્નો દૂર કરે છે.

સિંદૂરથી સફળતા !

બુધવારે પૂજા કર્યા બાદ ભગવાન ગણેશજીને મસ્તક પર સિંદૂર અર્પણ કરવું અને ત્યારબાદ તે સિંદૂર આપના મસ્તક પર લગાવવું. આ ઉપાયથી આપને દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article