Dussehra 2022 : રાવણને કેટલી પત્નીઓ હતી? જાણો મૃત્યુ પછી મંદોદરીએ કોની સાથે લગ્ન કર્યા

|

Oct 05, 2022 | 4:02 PM

Dussehra 2022 : શું તમે જાણો છો કે રાવણના કેટલા લગ્ન હતા અને કેટલી પત્નીઓ હતી. રામાયણમાં રાવણની પત્ની મંદોદરીનો ઉલ્લેખ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાવણની વધુ બે પત્નીઓ હતી. આવો અમે તમને વિજય દશમીના તહેવાર પર જણાવીએ કે રાવણને કેટલી પત્નીઓ હતી.

Dussehra 2022 : રાવણને કેટલી પત્નીઓ હતી? જાણો મૃત્યુ પછી મંદોદરીએ કોની સાથે લગ્ન કર્યા
Dussehra 2022

Follow us on

Dussehra 2022 : રાક્ષસ રાજા રાવણ અત્યંત વિદ્વાન અને ઘમંડી હતો. રાવણને પોતાની શક્તિઓ અને સોનાની લંકા પર ખૂબ ઘમંડ હતો. શાસ્ત્રો અનુસાર, આસો મહિનાના દસમીના ભગવાન રામે રાવણ (Ravan)નો વધ કર્યો હતો અને તેની પત્ની સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરી હતી. ત્યારથી દશેરાને અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણની સાથે કુંભકરણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર દશેરાના બરાબર 20 દિવસ પછી આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામ(Ram) 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફર્યા હતા.

શું તમે જાણો છો કે રાવણે કેટલા લગ્ન કર્યા હતા અને તેની કેટલી પત્નીઓ હતી. વાલ્મીકિની રામાયણમાં માત્ર રાવણની પત્ની મંદોદરીનો જ ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાવણની વધુ બે પત્નીઓ હતી. આજે દશેરાના તહેવાર નિમીતે આપણે જાણીએ કે રાવણને કેટલી પત્નીઓ હતી અને તેમને કેટલા બાળકો હતા.

રાવણની પહેલી પત્નીનું નામ મંદોદરી હતું. મંદોદરી રાક્ષસ રાજા મયાસુરની પુત્રી હતી. ઈન્દ્રજીત, મેઘનાદ, મહોદર, પ્રહસ્ત, વિરૂપાક્ષ, ભીકમ મંદોદરીના સંતાનો હતા. રાવણની બીજી પત્નીનું નામ ધન્યમાલિની હતું. ધન્યમાલિનીએ અતિક્યા અને ત્રિશિરાર નામના બે પુત્રોને જન્મ આપ્યો. મંદોદરી અને ધન્યમાલિની સિવાય રાવણને ત્રીજી પત્ની પણ હતી. ત્રીજી પત્નીનું નામ અજ્ઞાત છે. પ્રહસ્થ, નરાંતક અને દેવતક તેમના બાળકો હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાવણના મૃત્યુ પછી મંદોદરીનું શું થયું?

ભગવાન રામે રાવણનો વધ કર્યા પછી વિભીષણ લંકાના રાજા બન્યા. એવું કહેવાય છે કે રાવણના મૃત્યુ પછી વિભીષણે તેની ભાભી મંદોદરી સાથે લગ્ન કર્યા હતા. મંદોદરી વિશે એવું કહેવાય છે કે તે એક સતી સ્ત્રી હતી, જે પોતાના પતિ પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતી હતી. તેથી જ રાવણના મૃત્યુ પછી, મંદોદરીએ વિભીષણ સાથેના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો. તેણીએ વિભીષણથી પણ પોતાને અલગ કરી લીધા હતા, પરંતુ થોડા સમય પછી તેણે વિભીષણ સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું.

Next Article