ગણેશ ઉત્સવ દરમિયાન ગજાનનની આ રીતે કરો પૂજા, મળશે ઉત્તમ ફળ

ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાની ચતુર્થીથી શરૂ થાય છે અને દશ દિવસ સુધી લોકો ગણેશની પૂજા અર્ચના કરે છે અને 10માં દિવસે વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ ઉત્સવ દરમિયાન ગજાનનની આ રીતે કરો પૂજા, મળશે ઉત્તમ ફળ
lord Ganesha
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:35 PM

આપણે ગણેશજી (Ganesh Utsav)નું સ્થાપન કરી પૂજન અર્ચન કરીએ જ છીએ સાથે જો ગણેશજીની વિશેષતાઓ અને ગણેશજીની કલ્યાણકારી બાબતો જાણી તેમની આરાધના કરીએ તો સોનામાં સુગંધ ભળી જાય આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીના મહિમા અનુસાર આ ગણેશ ઉત્સવ(Ganesh Utsav) દરમિયાન પૂજા ઉપાસના કરાય તો અવશ્ય ફળે છે

ગણેશજી કલ્યાણકારી 12 નામ સ્મરણ મંત્રો

નિત્ય જાપ કરવાથી વિઘ્નો દૂર રહે છે

સુમુખ: ઓમ સુમુખાય નમઃ, એકદંત :ઓમ એકદંતાય નમઃ, કપિલ :ઓમ કપિલાય નમઃ, ગજકર્ણક: ઓમ ગજકણકાય નમઃ, લંબોદર: ઓમ લાંબોદરાય નમઃ, વિકટ: ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નહર્તા: ઓમ વિઘ્નહર્તા નમઃ વિનાયક: ઓમ વિનાયકાય નમઃ, ધૂમ્રકેતુ: ઓમ ધુમ્રકેતવે નમઃ, ગણાધ્યક્ષ: ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ, ભાલચંદ્ર: ઓમ ભાલચંદ્રય નમઃ, ગજાનન: ઓમ ગજાનનાય નમઃ

ગણેશજીની પ્રિય સામગ્રી

પ્રિય પ્રસાદ (મિઠાઇ)-અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ અને ગોળ
પ્રિય પુષ્પ- લાલ પીળા રંગનાં જાસૂદ ,ગુલાબ , હજારીગલ ના ગલગોટા
પ્રિય વનસ્પતિ – દુર્વા – ધરો, શમી-પત્ર

ગણેશ પ્રિય મંત્ર

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

તત્વ અર્પણ

ગણેશજી – જળ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ મિશ્રિત જળ થી સ્નાન ખુબ પ્રિય છે ગણેશ સ્થાપન પાસે જલ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે

ગણેશજી – બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે

ગણેશજીના અસ્ત્ર

પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ,અને પરશુ છે , અન્ય શણગારમાં શંખ, કમળ પુષ્પ કે ચક્ર ગદા

ગણેશ પરિવાર સ્મરણ કરી મનોમન તમામને વંદન કરાય તો ગણેશજી ખુબ ખૂશ થઈ જાય છે

પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી ઉમા
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- ઓખા
પત્ની- ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ
પુત્ર- ૧. શુભ ૨. લાભ

રિદ્ધિ સિદ્ધિ દેવીને યાદ કરી ગણેશ કૃપા મેળવાય તો કાર્યો સફળ થાય છે

શાસ્ત્ર અનુસાર દેવતાઓના શિલ્પી વિશ્વકર્માજી ની બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ શ્રી ગણેશજી ની પત્નીઓ છે સિદ્ધિએ લાભને અને રિદ્ધિ એ શુભ ને જન્મ આપ્યો હતો

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 2:18 pm, Tue, 6 September 22