ધનતેરસના શુભ દિવસ પર ભૂલથી પણ આ 8 ભૂલ ન કરશો

શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ (Dhanteras) કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મી તેના પર તેમની કૃપા કરે. લક્ષ્મી અને કુબેરની પૂજા દરમિયાન ઘણી સાવચેતી રાખવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

ધનતેરસના શુભ દિવસ પર ભૂલથી પણ આ 8 ભૂલ ન કરશો
Laxmi Mata
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:19 PM

ધનતેરસના (Dhanteras) દિવસે મા લક્ષ્મી (Laxmi) અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મી તેના પર તેમની કૃપા કરે. લક્ષ્મી અને કુબેરની પૂજા દરમિયાન ઘણી સાવચેતી રાખવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

1. દિવાળી પહેલા લોકો ઘરને સાફ કરે છે, પરંતુ જો ધનતેરસના દિવસ સુધી ઘરમાં કચરો કે નકામી વસ્તુ હશે તો ઘરમાં સકારાત્મક ઉર્જા નહીં આવે, તેથી ઘરમાં કોઈ જૂની કે નકામી વસ્તુ હોય તો તેને આજે જ ફેંકી દો.

2. ઘરના પ્રવેશદ્વાર અથવા હોલમાં નકામી વસ્તુઓ બિલકુલ રાખશો નહીં. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી ઘરના મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશ કરે છે, તેથી આ સ્થાન હંમેશાં શુધ્ધ હોવું જોઈએ.

3. ધનતેરસ પર માત્ર કુબેરની પૂજા કરો છો તો આ ભૂલ ન કરશો. કુબેરની સાથે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરો, નહીં તો તમે આખા વર્ષ દરમિયાન બીમાર રહેશો.

4. આ દિવસે કાચનાં વાસણો ખરીદવા જોઈએ નહીં. ધનતેરસના દિવસે સોના-ચાંદીની કે નવા વાસણોની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5. ધનતેરસના દિવસે ઘરે ઝઘડો કરશો નહીં. જો તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો, તો ઘરની મહિલાઓને માન આપો.

6. ધનતેરસના દિવસે કોઈને પણ ઉધાર આપવાનું ટાળો. આ દિવસે લક્ષ્મીને તમારા ઘરની બહાર ન નીકળવા દો.

7. આ દિવસે નકલી મૂર્તિઓની પૂજા ન કરો. સોના, ચાંદી અથવા માટીની બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો.

8. ધનતેરસ પર લોખંડની કોઈ ચીજ વસ્તુઓ ખરીદશો નહીં. એવું માનવામાં આવે છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 3:19 pm, Mon, 10 October 22