શું તમને વારંવાર દેખાય છે 11:11, 444 અથવા 5:55 જેવા નંબર ? જાણો આ એન્જલ નંબર પાછળનું શું છે મહત્વ

વાહનોની નંબર પ્લેટ, ખરીદીના બિલ કે મોબાઈલ નંબર પર 444 કે 555 જેવી સંખ્યાઓનું પુનરાવર્તન આપણું ધ્યાન ખેંચે છે. જો આવું વારંવાર થતું હોય, તો તે માત્ર એક સંયોગ નથી. આધ્યાત્મિક જગતમાં, આને 'એન્જલ નંબર્સ' તરીકે ઓળખવામાં આવે છે.

શું તમને વારંવાર દેખાય છે 11:11, 444 અથવા 5:55 જેવા નંબર ? જાણો આ એન્જલ નંબર પાછળનું શું છે મહત્વ
ANGLE NUMBER
| Updated on: Sep 17, 2026 | 3:25 PM

ક્યારેક આપણે ઘડિયાળમાં જોઈએ છીએ અને સમય 11:11 દેખાય છે. વાહનોની નંબર પ્લેટ, ખરીદીના બિલ કે મોબાઈલ નંબર પર 444 કે 555 જેવી સંખ્યાઓનું પુનરાવર્તન આપણું ધ્યાન ખેંચે છે. જો આવું વારંવાર થતું હોય, તો તે માત્ર એક સંયોગ નથી. આધ્યાત્મિક જગતમાં, આને ‘એન્જલ નંબર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં, ‘જનરેશન ઝેડ’ (Gen Z) અને અન્ય લોકો માટે, આ માત્ર અંધશ્રદ્ધા કે આકસ્મિક ઘટનાઓ હોઈ શકે છે પણ તેની પાછળ પર કેટલાક અર્થ જોડાયેલ છે ત્યારે ચાલો જાણીએ.

ગૂગલ પર 11:11, 444, 555, 5:55 અને 7171 જેવા એન્જલ નંબર્સ વારંવાર સર્ચ થાય છે. આધ્યાત્મિકતા અને જ્યોતિષશાસ્ત્ર સંબંધિત તમામ સર્ચમાં તેમનો હિસ્સો 30% થી 40% જેટલો છે. તેમાં પણ 111 અને 1111 સૌથી વધુ સર્ચ થાય છે ચાલો જાણીએ કે જ્યારે તમને આ એન્જલ નંબર્સ દેખાય છે ત્યારે તેનો અર્થ શું થાય છે.

111 અથવા 11:11 દેખાય તો? :

ગૂગલ પર 111 અથવા 11:11 માટેનું સર્ચ વોલ્યુમ સૌથી વધુ છે, જે દર્શાવે છે કે આ એન્જલ નંબર સૌથી લોકપ્રિય છે અને લોકો દ્વારા વારંવાર શોધવામાં આવે છે. તે ઘણીવાર ઘડિયાળમાં 11:11 અથવા 1:11 તરીકે દેખાય છે. તે જીવનમાં નવી શરૂઆત અને ઈચ્છાઓની પૂર્તિનું સૂચક છે.

444 નંબરનો શું છે મિનિંગ? :

આધ્યાત્મિક જગતમાં, 444 ને અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, ક્યારેક લોકો આ નંબર જોઈને ચોંકી જાય છે અને વિચારે છે કે કદાચ કંઈક ખરાબ થવાનું છે. પરંતુ તમને જણાવી દઈએ કે એન્જલ નંબર 444 એ વાતનું પ્રતીક છે કે બ્રહ્માંડના રક્ષક દેવદૂતો (ગાર્ડિયન એન્જલ્સ) તમારી સાથે છે અને તમારા જીવનમાં સુરક્ષા તથા સ્થિરતા સુનિશ્ચિત કરી રહ્યા છે.

555 શું સૂચવે છે? :

આધ્યાત્મિક ક્ષેત્રમાં, 555 ને અચાનક અને નોંધપાત્ર ફેરફારનું સૂચક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે જીવનમાં કોઈ મહત્વપૂર્ણ વળાંક આવવાનો હોય, ત્યારે વ્યક્તિને અચાનક પણ વારંવાર 555 નંબર દેખાઈ શકે છે. પરિણામે, લોકો વારંવાર ગૂગલ પર આ ‘એન્જલ નંબર’ (angel number) વિશે શોધતા હોય છે. અહેવાલો અનુસાર, છેલ્લા સાત દિવસોમાં આ નંબર માટેના ગૂગલ સર્ચમાં 550% નો વધારો થયો છે.

777 સૌભાગ્યનો નંબર :

આધ્યાત્મિક દુનિયામાં 777 અથવા 7171 જેવા એન્જલ નંબર્સ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આધ્યાત્મિક જાગૃતિનો સંકેત આપે છે. સામાન્ય રીતે, આ નંબર જીવનના તમામ પાસાઓમાં સૌભાગ્ય અને પ્રગતિ સાથે સંકળાયેલો છે.

888 સફળતા અને સંપત્તિ :

888 અથવા 8:18 જેવા એન્જલ નંબર્સ સફળતા, નોંધપાત્ર આર્થિક લાભ, આવકમાં વધારો અને પુષ્કળ સંપત્તિ સાથે સીધા જોડાયેલા છે. તેથી, નાણાકીય ક્ષેત્ર અથવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે, આ એન્જલ નંબરનું વારંવાર દેખાવું એ સૂચવે છે કે કોઈ મોટો આર્થિક લાભ કે અચાનક મળતી મોટી સફળતા (જેમ કે જેકપોટ લાગવો) નજીકના ભવિષ્યમાં મળી શકે છે.

222 નંબરનો અર્થ? :

222 અને 2:22 જેવા એન્જલ નંબર્સ પણ ગૂગલ પર વારંવાર શોધવામાં આવે છે. આ નંબરનું વારંવાર દેખાવું શુભ માનવામાં આવે છે. તે સામાન્ય રીતે સૂચવે છે કે તમારા જીવનમાં વિશ્વાસ, સંતુલન અને સુમેળ છે; તે દર્શાવે છે કે તમે બરાબર તે જ સ્થાને છો જ્યાં તમારે હોવું જોઈએ અને સમય પણ યોગ્ય છે—તમારે ફક્ત પ્રક્રિયા પર વિશ્વાસ રાખવાની જરૂર છે.

17 સપ્ટેમ્બરથી આ 5 રાશિના જાતકોને થશે લાભાલાભ, એકસાથે બની રહ્યા છે અનેક શુભ યોગ!, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.