શું તમે બુધવારે કરો છો મગનું દાન ? જાણો, બુધ ગ્રહની શાંતિના અત્યંત સરળ ઉપાય !

|

Jul 20, 2021 | 6:26 PM

બુધ એક શુભ ગ્રહ મનાય છે. પણ, કેટલીકવાર અન્ય ગ્રહ સાથેની તેની યુતિથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થતું હોય છે. અલબત્, ખૂબ જ સરળ ઉપાયો દ્વારા આપ બુધ દેવતાને પ્રસન્ન કરી શકો છો.

શું તમે બુધવારે કરો છો મગનું દાન ? જાણો, બુધ ગ્રહની શાંતિના અત્યંત સરળ ઉપાય !
મગના દાનથી થશે બુધ ગ્રહની શાંતિ !

Follow us on

વ્યક્તિની કુંડળીમાં (Kundali) જ્યારે કોઈ ગ્રહનો દોષ ચાલી રહ્યો હોય અથવા કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય ત્યારે તે વ્યક્તિના ભાગ્યોદયને રોકે છે. આવાં ગ્રહોનું અશુભ ફળ રોકી શકાય તે માટે જ્યોતિષાચાર્યો લોકોને ક્યારેક મુશ્કેલ તો ક્યારેક સરળ ઉપાયો સૂચવતા હોય છે, કે જેથી ગ્રહદોષનું નિવારણ કરી તે જ ગ્રહથી શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય. આજે આપણે જાણીએ બુધ ગ્રહની શાંતિ માટેના કેટલાંક આવાં જ સરળ ઉપાય.

આમ તો બુધ એક શુભ ગ્રહ મનાય છે. પણ, કેટલીકવાર અન્ય ગ્રહ સાથેની તેની યુતિથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થતું હોય છે. અલબત્, ખૂબ જ સરળ ઉપાયો દ્વારા આપ બુધ દેવતાને પ્રસન્ન કરી શકો છો. આવો, આજે જાણીએ આવાં જ કેટલાંક સરળ ઉપાય.

બુધ દેવતાની પ્રસન્નતાના સરળ ઉપાય

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

1. બુધ દેવતાને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય એટલે મગનું દાન કરવું. લીલા રંગના મગ એ બુધ ગ્રહ સંબંધિત કઠોળ મનાય છે. લૌકિક માન્યતા અનુસાર બુધવારે કોઈ જરૂરિયાત મંદને કે પછી કોઈ મંદિરમાં લીલા મગનું દાન કરવું. તેનાથી બુધ દેવતા પ્રસન્ન થશે અને બુધ ગ્રહના દોષ શાંત થશે.

2. ગાય એ પૂજનીય અને પવિત્ર મનાય છે. ગૌ માતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. એટલે, શક્ય હોય ત્યાં સુધી બુધવારે અચૂક ગાયને લીલું ઘાસ ખવડાવો.

3. માન્યતા અનુસાર પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી પણ, બુધ ગ્રહના દોષ શાંત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

4. બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જવું અને ગણેશજીને દૂર્વા અર્પણ કરવી. કહે છે કે ગજાનનને 11 કે 21 દૂર્વા ચઢાવવાથી વ્યક્તિને ચોક્કસથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

5. બુધવારના રોજ ગણેશજીને મોદકનો ભોગ લગાવવો. મોદકના ભોગથી ગજાનન પ્રસન્ન થાય છે. તો, તેમની પ્રસન્નતાથી બુધ ગ્રહના દોષ પણ દૂર થઈ જાય છે.

6. બુધવારના રોજ વક્રતુંડને સિંદૂર અર્પણ કરવું. શક્ય હોય તો સિંદૂરનું લેપન કરવું. તેનાથી પણ બુધ દેવતા પ્રસન્ન થશે.

7. આમ તો, મંગળવાર અને બુધવારના રોજ હનુમાનજીની પૂજાનો મહિમા છે. પણ, બુધવારના રોજ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી બુધ ગ્રહની પીડાથી વ્યક્તિને મુક્તિ મળતી હોવાની માન્યતા છે. કહે છે કે તેનાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

8. બુધના દોષની શાંતિ અર્થે સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવું. અલબત્, તે પૂર્વે કોઈ વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન મેળવી લેવું ઈચ્છનીય છે.

ઉલ્લેખનીય છે કે આ બધી જ માહિતી લૌકિક માન્યતાઓ પર આધારીત છે. આ સરળ ઉપાયો દ્વારા બુધ દોષની શાંતિ થતી હોવાની અને બધુ દેવતાની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

 

આ પણ વાંચોઃ મંગળનું પરિક્રમણ: આજે થનારા મંગળના પરિક્રમણની જાણો 5 રસપ્રદ વાત, કેમ કહેવાય છે મંગળને કમાન્ડર-ઈન-ચીફ

Next Article