
દેવોના દેવ મહાદેવને લોકો ભોલા ભંડારીના તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવની પૂજા કરનાર વ્યક્તિની દરેક પ્રકારની મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે. ભગવાન શિવ મનુષ્ય ઉપરાંત દેવોમાં પણ પૂજનીય છે. ભગવાન શિવને એક લોટો જળનો અભિષેક કરવામાં આવે તો પણ મહાદેવ પ્રસન્ન થાય છે. આ જ કારણથી ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે તો બીજી બાજુ ભગવાન શંકરને ક્રોધ પણ ઝડપથી આવી જાય છે અને ત્યાં જ તે રૌદ્ર સ્વરુપને પણ જલદી ધારણ કરી લે છે. શંકર ભગવાનની પૂજા કરતા સમયે ખાસ બાબતનું ધ્યાન રાખવુ આવશ્યક છે. જો કોઈ ખોટી રીતે પણ પૂજા કરવામા આવે તો ભગવાન શંકર રુઠી જાય છે. તો આજે આ લેખમાં જાણીશું કે ભગવાન શિવની પૂજામાં શું ધ્યાન રાખવુ જોઈએ.
હિંદુ ધર્મ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના પાનને ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજામાં અવશ્ય ચડાવવામાં આવે છે. લોક માન્યતા અનુસાર જો ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજામાં તુલસીનું પાન ન હોય તો પૂજાને પૂર્ણ માનવામાં આવતી નથી. પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસી પત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પાછળ એક દંતકથા છે જેમાં પૂર્વ જન્મમા તુલસીનું નામ વૃંદાના હતું. આ કથા અનુસાર ભગવાન શિવે સદાચારી વૃંદાના પતિ જલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેનાકારણે તેમને ભગવાનને શ્રાપ આપ્યો હતો એટલે શિવલિંગ પર તુલસી પત્ર ચડાવવાનું વર્જિત છે.
ભગવાન શિવને બિલી પત્ર, ધુતુરાના પુષ્પ, શમી પત્ર, ભાંગ અને સફેદ પુષ્ય ખૂબ જ પ્રિય છે. પરંતુ જો ભગવાન શિવને લાલ ફૂલ ચઢાવવાની મનાઈ છે. જો ભગવાન શિવની પૂજામાં કમળનું ફૂલ, લાલ ફૂલ, કેતકી અને કેવડાનું ફૂલ ચઢાવવાનું વર્જિત માનવામાં આવે છે. ભગવાન શિવને માત્ર કેવળા ત્રીજના દિવસે જ કેવડો ચઢાવવામા આવે છે.
હિન્દુ ધર્મ અનુસાર શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો તમે ઘરમા શંખને વઘાડવામાં આવે તો તેના અવાજથી ઘરની તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા તરત જ દૂર થઈ જાય છે. હિંદુ શાસ્ત્રો અનુસાર શંખને પૂજાના સ્થાન પર રાખવા અને તેની પૂજા કરવાનો નિયમ છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવો વર્જિત છે. લોકોમાં એવી માન્યતા છે કે ભગવાન શિવે શંખાચુર નામના રાક્ષસનો વધ કર્યો હતો, આના કારણથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ પ્રતિબંધિત છે.
હિંદુ ધર્મમાં કોઈપણ શુભ પ્રસંગે નારિયેળની પૂજા કરવામાં આવે છે અને તેને વધેરીને નવા કાર્યની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવતો નથી. લોકો એવુ માને છે કે ભગવાન શિવની પૂજામાં નારિયેળ પાણીનો ઉપયોગ પણ વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે જેથી ભગવાન શિવની પૂજામાં નારિયેળ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.