
Janmashtami 2023 :ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે છે. આ વખતે, 7 સપ્ટેમ્બર 2023, બુધવારે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરશે. કાન્હાને મોરનાં પીંછાં ખૂબ પ્રિય છે, તેથી જ તે હંમેશા પોતાના મુગટમાં મોરનાં પીંછા પહેરે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર, મોર પીંછા સાથે સંબંધિત ચાર ઉપાય તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે સતત આર્થિક સંકટથી ઘેરાયેલા હોવ અને તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની સાથે પાંચ મોર પીંછા લઈને પૂજા કરો. હવે આ મોરના પીંછાને 21 દિવસ સુધી એક જ જગ્યાએ રાખો. 21મા દિવસે તેમને તિજોરી અથવા જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને આર્થિક લાભના નવા રસ્તાઓ ખુલવા લાગશે.
આ પણ વાંચો : શ્રાવણના સોમવાર પર કરો આ વસ્તુઓનું દાન, ભોલેનાથની કૃપાથી દુ:ખ થશે દૂર
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં મોરનું પીંછું અવશ્ય લાવો. ભગવાન કૃષ્ણની પૂજા કરવાની સાથે સાથે મોરના પીંછાની પૂજા કરો અને આ મોર પીંછાને પૂર્વ દિશામાં રાખો. આ ઉપાયથી તમારા ઘરના વાસ્તુ દોષ દૂર થઈ જશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો પતિ-પત્ની વચ્ચે હંમેશા તણાવ રહેતો હોય અને કોઈ કારણ વગર ઝઘડા થતા હોય તો જન્માષ્ટમીના દિવસે બેડરૂમમાં મોરના પીંછા લઈને પૂર્વ કે ઉત્તરની દિવાલ પર લગાવો. આ ઉપાયથી દાંપત્ય જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને સંબંધોમાં મધુરતા આવશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ કેતુની નકારાત્મક અસર હોય તો જન્માષ્ટમીના દિવસે બેડરૂમમાં પશ્ચિમ દિશાની દિવાલ પર મોરનાં પીંછાં લગાવો, આ ઉપાય કરવાથી આના ખરાબ પ્રભાવથી રાહત મળશે. નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમને લાભ મળશે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)