શું માત્ર ગોળથી પણ સૂર્ય દોષ થઈ શકે દૂર ? જાણી લો નોકરીમાં બઢતી અપાવતા ગોળના આ સરળ ઉપાય

|

Jan 27, 2023 | 3:59 PM

જો આપને ઘર-નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને તેના કારણે તમે સતત તણાવમાં (stress) રહેતા હોવ, તમારી રાતની ઊંઘ પણ હરામ થઇ ગઈ હોય તો આ સંજોગોમાં સૂર્ય દેવતા સંબંધી વિશેષ ઉપાય અજમાવવો જરૂરી બની જાય છે.

શું માત્ર ગોળથી પણ સૂર્ય દોષ થઈ શકે દૂર ? જાણી લો નોકરીમાં બઢતી અપાવતા ગોળના આ સરળ ઉપાય
Lord Sun (symbolic image)

Follow us on

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઇ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો તેમને નોકરી, ધંધામાં પ્રગતિ નથી મળતી. તેમના પિતા સાથેના સંબંધો બગડેલા રહે છે. તેમજ તેમના સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠા પર પણ નકારાત્મક અસર પડે છે. આ સંજોગોમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટેના ઉપાયો કરવા જરૂરી બની જાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે તમે ગોળ સંબંધી સરળ ઉપાયો અજમાવીને તમારી કુંડળીના સૂર્યને મજબૂત કરી શકો છો. એટલું જ નહીં, સૂર્ય દોષ સંબંધી વિવિધ પીડાઓથી પણ મુક્તિ મેળવી શકો છો. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

નવી નોકરી અર્થે

જો તમને નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય અને તમે નવી નોકરીની શોધમાં હોવ તો તમારે ગોળ સાથેની રોટલી ગાયને અર્પણ કરવી જોઇએ. જ્યારે તમે નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યા હોવ તો ઘરેથી નીકળતા સમયે ગોળ ખાઇ અને પાણી પીને નીકળવું જોઇએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ઝડપથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને નવી નોકરીની મનશા પણ પરિપૂર્ણ થાય છે.

તણાવ દૂર કરવા

જો આપને ઘર-નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને તેના કારણે તમે સતત તણાવમાં રહેતા હોવ, તમારી રાતની ઊંઘ પણ હરામ થઇ ગઈ હોય તો આ સંજોગોમાં સૂર્ય દેવતા સંબંધી વિશેષ ઉપાય અજમાવવો જરૂરી બની જાય છે. રવિવારના દિવસે ગોળનો આ અસરકારક ઉપાય કરવાથી તણાવમાં રાહત મળે છે. તેના માટે 2 કિલો ગોળને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને શયનકક્ષમાં કોઇ સારા સ્થાન પર રાખી દો. આ ઉપાયથી આપની તણાવની સમસ્યા દૂર થઇ જશે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરો

કુંડળીમાં રહેલ સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે 800 ગ્રામ ઘઉં અને 800 ગ્રામ ગોળ લઇને કોઈ મંદિરમાં તેનું દાન કરવું જોઈએ. માન્યતા અનુસાર આ પ્રયોગથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે. આ સિવાય નિત્ય સવારે સૂર્યદેવતાને તાંબાના કળશમાં ગોળ ઉમેરીને જળ અર્પણ કરવું જોઇએ. તેનાથી આપની કુંડળીમાં રહેલ સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત થશે. આ ઉપાય નિયમિત કરવાથી આપને અચૂકપણે ફાયદો થશે. અલબત્, જો નિત્ય ન થઈ શકે તો પણ, રવિવારના દિવસે આ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ.

રોગમુક્તિ અર્થે

સૂર્યની સ્થિતિ જો ખરાબ હોય તો તેની આપના સ્વાસ્થ્ય અને માન-સન્માન પર પણ ખરાબ અસર પડે છે. સૂર્ય સાથે જોડાયેલી બીમારીઓમાંથી રાહત મેળવવા અને પોતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવવા માટે નિત્ય તાંબાના કળશમાં કુમકુમ, અક્ષત અને થોડો ગોળ ઉમેરીને તે જળ સૂર્યનારાયણને અર્પણ કરવું જોઇએ.

પિતા સાથે સૂમેળભર્યા સંબંધો

સૂર્યને પિતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યની સારી સ્થિતિને કારણે પિતા-પુત્રના સંબંધો સારા રહે છે. પણ, જો આપની કુંડળીમાં સૂર્યનું સ્થાન નબળુ હોય તો આપના પિતા સાથેના સંબંધો નબળા હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમસ્યાના નિવારણ અર્થે સળંગ 3 રવિવાર સુધી તમારે સવા કિલો ગોળને વહેતા પાણીમાં પ્રવાહિત કરવો જોઇએ. આ ઉપાય કરવાથી આપના પિતા સાથેના સંબંધો સુમધુર બની જશે.

નોકરીમાં બઢતી માટે ઉપાય

જેમને નોકરીમાં બઢતીની મનશા હોય તેમણે નિત્ય જ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. આ ઉપાયથી સૂર્યની સ્થિતિ સારી બને છે અને પરિવારમાં આપની પ્રતિષ્ઠા વધે છે તેમજ નોકરીમાં આપની પ્રગતિના દ્વાર પણ ખુલી જાય છે. જો નિત્ય શક્ય ન બને તો પણ, દર રવિવારે તો આ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article