NAVRATRI 2022: નવરાત્રીના અંતિમ દિવસોમાં ઘરમાં લાવો આ ખાસ વસ્તુઓ, પરિવાર પર વરસશે સુખ-સમૃદ્ધિના આશિષ

|

Oct 02, 2022 | 6:41 AM

નવરાત્રીના (Navratri) અંતિમ દિવસો એટલે કે સાતમ, આઠમ, નોમ સવિશેષ ફળદાયી મનાય છે. આ દિવસોમાં દેવીની ચાંદીમાંથી બનેલ ચરણપાદુકા ઘરે લાવવી જોઈએ. અને ઘર મંદિરમાં તેનું સ્થાપન કરવું જોઈએ.

NAVRATRI 2022: નવરાત્રીના અંતિમ દિવસોમાં ઘરમાં લાવો આ ખાસ વસ્તુઓ, પરિવાર પર વરસશે સુખ-સમૃદ્ધિના આશિષ
Durgamata yantra

Follow us on

જ્યોતિષશાસ્ત્રમાં (Jyotishshashtra) નવરાત્રીના (Navratri) અવસરનું ખૂહ મહત્વ છે. નવરાત્રીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક માન્યતા એવી છે કે આ નવ દિવસો દરમ્યાન કરવામાં આવતા ઉપાયોથી (Remedies) માતાજી જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામનાની પૂર્તિ કરે છે. એમાં પણ નવરાત્રીના અંતિમ દિવસો એટલે કે સાતમ, આઠમ, નોમ સવિશેષ ફળદાયી મનાય છે. આ દિવસો દરમિયાન જો આપ કેટલીક ખાસ વસ્તુઓ આપના ઘરમાં લાવશો તો માતાજી (Mataji) આપને સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરશે. જો તમે પણ જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઇચ્છતા હોવ તો આ વસ્તુઓ અચૂક નવરાત્રિ દરમ્યાન આપના ઘરમાં લાવજો.

દેવી લક્ષ્મીની ચરણપાદુકા

દેવી લક્ષ્મીની ચરણપાદુકા સરળતાથી આપને પ્રાપ્ત થઇ શકે છે. નવરાત્રીની સાતમ, આઠમ કે નોમમાંથી કોઈ એક તિથિએ ચાંદીમાંથી બનેલ ચરણપાદુકા ઘરે લાવવી જોઈએ. અને ઘર મંદિરમાં તેનું સ્થાપન કરવું જોઈએ. પૂજા પાઠ કર્યા પછી આ પાદુકાઓને આપના ઘરની તિજોરી કે ધન સંગ્રહ કરવાના સ્થાન પર એ રીતે મૂકવી કે એ દેખાય. જો આપ કોઇ ધંધો કે વ્યવસાય કરો છો તો આપની ઓફિસ કે દુકાનના ગલ્લા કે તિજોરીમાં પણ આ ચરણપાદુકા રાખી શકાય છે. આ ખૂબ જ સરળ ઉપાય છે જેના દ્વારા આપ ધનલાભના યોગ ઉત્પન્ન કરી શકો છો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અષ્ટમુખી રુદ્રાક્ષ

ધર્મગ્રંથોમાં રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા તો એવી છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુઓમાંથી થઇ છે. અષ્ટમુખી રુદ્રાક્ષને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે નવરાત્રિના અંતિમ દિવસોમાં, શક્ય હોય તો અષ્ટમીના દિવસે આ રુદ્રાક્ષ લાવીને તેની પૂજા સ્થાનમાં સ્થાપના કરવી. ત્યારબાદ નિત્ય જ આ રુદ્રાક્ષની પૂજા કરવી ફળદાયી બની રહે છે. તેનાથી મનશાઓની પૂર્તિ થાય છે.

પારદમાંથી નિર્મિત દેવી પ્રતિમા

પારદ એક માત્ર એવી ધાતુ છે કે જે દ્રવ્યના સ્વરૂપમાં જોવા મળે છે. તેની પર વિવિધ પ્રક્રિયા કરી તેને આકાર આપવામાં આવે છે. આ ધાતુમાંથી બનેલી દેવી પ્રતિમાનો ચમત્કારિક પ્રભાવ જોવા મળે છે. ત્યારે પારદથી નિર્મિત દેવીની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. તેનાથી આપના જીવનના તમામ દોષો દૂર થાય છે અને ઘરના વાસ્તુદોષ સંબંધી સમસ્યાઓનું પણ નિવારણ થાય છે.

નવદુર્ગા યંત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યંત્રોનું પણ ખૂબ જ મહત્વ ગણાવવામાં આવ્યું છે. આ યંત્રોને સાક્ષાત દેવ-દેવી સ્વરૂપ માનવામાં આવે છે. નવદુર્ગા યંત્ર પણ એમાંથી જ એક છે. આ યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ યંત્રની સ્થાપના આપના ઘર મંદિરમાં કરવી જોઇએ અને તેનું વિધિ-વિધાનથી પૂજન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી આપના જીવનમાં રહેલ સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે.

એકાક્ષી નારિયેળ

હિન્દુ ધર્મમમાં નારિયેળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે. આ શ્રીફળનો એક પ્રકાર છે એકાક્ષી નારિયેળ. આ નારિયેળની ઉપર એક નિશાન હોય છે જે આપણી આંખો જેવું દેખાય છે. તેના કારણે જ તેને એકાક્ષી નારિયેળ કહેવાય છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં આ એકાક્ષી નારિયેળ લાવીને તેને લાલ કપડામાં બંધ કરીને રસોડાના કોઇપણ એક ઊંચા ખૂણામાં લટકાવી દેવું. તેના પ્રભાવથી આપના ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત નહીં સર્જાય.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Next Article