ઘરની છત પર શા માટે ન વાવી શકાય કેળાનું ઝાડ ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવવા માટે ઘરમાં વૃક્ષો લગાવવા જોઈએ. પરંતુ જો તમારા ઘરમાં ખોટી દિશામાં વૃક્ષ વાવવામાં આવે છે, તો તે તમારા જીવનમાં ખુશીની જગ્યાએ મુશ્કેલી ઉભી કરી શકે છે. કેળાના ઝાડને લઈને પણ વાસ્તુમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. કહેવાય છે કે આ વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે.

ઘરની છત પર શા માટે ન વાવી શકાય કેળાનું ઝાડ ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
Vastu tips
| Updated on: Feb 08, 2024 | 9:30 AM

Banana tree on the roof : ઘરમાં વૃક્ષારોપણ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે પણ શું આ બધાથી આપણને ફાયદો થાય છે? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવવા માટે ઘરમાં વૃક્ષો લગાવવા જોઈએ. પરંતુ જો તમારા ઘરમાં ખોટી દિશામાં વૃક્ષ વાવવામાં આવે છે, તો તે તમારા જીવનમાં ખુશીની જગ્યાએ મુશ્કેલી ઉભી કરી શકે છે. કેળાના ઝાડને લઈને પણ વાસ્તુમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. કહેવાય છે કે આ વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે.

એવું કહેવાય છે કે ઘરના આંગણામાં તુલસી અથવા કેળના વૃક્ષો લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે, પરિવારના સભ્યો ઘરમાં સુખ-શાંતિથી રહે છે અને વ્યક્તિને દુઃખ-તકલીફોમાંથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કેળાના ઝાડમાં ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનો વાસ છે. તેથી જ ઘરોમાં કેળાના વૃક્ષો વાવવામાં આવે છે.

કેળાના છોડ વાવવાથી ફાયદો થાય છે?

તુલસી અથવા કેળાનો છોડ સામાન્ય રીતે ઘરોમાં વાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં કેળાનો છોડ લગાવવાથી ગુરુ ગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. દાંપત્યજીવનમાં સુખ-શાંતિ રહે છે, ઘરમાં કોઈપણ સંકટ હંમેશ માટે ટળી જાય છે.આર્થિક સ્થિતિ સારી બને છે જેના કારણે કોઈ જૂના દેવામાંથી મુક્તિ મળે છે.

ધાબા પર કેળાનું ઝાડ વાવવાના ગેરફાયદા?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો આપણે સામાન્ય છોળની જેમ છત પર કેળાનું ઝાડ લગાવીએ તો તે તમારા જીવનમાં ખુશીની જગ્યાએ સમસ્યાઓ લાવી શકે છે. ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે. પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જે લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. તમારી ગ્રહોની સ્થિતિ ખરાબ રહેશે જેના કારણે તમને અચાનક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

કેળાનું ઝાડ ક્યાં રોપવું?

જો તમે ઘરમાં કેળાનું ઝાડ લગાવી રહ્યા છો, તો તેને યોગ્ય દિશામાં લગાવો. ઘરમાં કેળાનું ઝાડ લગાવવાથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે. કહેવાય છે કે ઘરના આગળના ભાગમાં કેળાનું ઝાડ ક્યારેય ન લગાવવું જોઈએ. આનાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે, તેના બદલે તેને ઘરના પાછળના ભાગમાં સ્થાપિત કરવું જોઈએ. તે પછી દર ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરો જેથી ભગવાન ગુરુ અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે.

Published On - 6:41 pm, Fri, 1 December 23