
તાજેતરમાં ધોરણ 10 અને 12ના પરિણામો (Results) જાહેર થયા છે, ત્યારે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પરિણામ બાદ નવી જગ્યાએ પ્રવેશને લઇને ચિંતીત હોય છે. ઘણાને ઇચ્છીત જગ્યાએ પ્રવેશ મળે તો ઘણા વિદ્યાર્થીઓ ઓછા માર્કના અંતરથી રહી જાય છે, આમા મેડિકલ ફિલ્ડ ખાસ વિદ્યાર્થી (Student)ઓ માટે મહત્વનું હોય છે કારણ કે આ ફિલ્ડમાં પ્રવેશ માટે ખુબ મહેનત કરવી પડે છે,ઘણી વખત સમર્થ વિદ્યાર્થી પણ પ્રવેશ મેળવતા અટકી જાય છે અથવા યોગ્ય પરિણામ નથી મળતુ. આવુ શા માટે થાય છે ? શું તમે જાણો છો ? શું તમને ખ્યાલ છે કે કુંડળીમાં ક્યાં ગ્રહો છે જે તમને ડોક્ટર કે મેડિકલ ફિલ્ડ સુધી પહોંચાડી શકે છે ?, જી હા કુંડળીના આધાકે વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી થાય છે અને એ બાબતનો પણ ખ્યાલ આવે છે વિદ્યાર્થીને મેડિકલ ફિલ્ડમાં પ્રવેશ મળશે કે કેમ, તો આજે આપણે કુંડળીમાં ગ્રહોની આવી જ સ્થિતી વિશે જાણશું કે જે મેડિકલ ફિલ્ડ માટે જવાબદાર છે.
આજના યુગમાં જ્યોતિષ શાસ્ત્ર યુવાનો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે, તે તેમને સાચો માર્ગ પણ બતાવી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં રોજગારના વિવિધ ક્ષેત્રોની પસંદગી સંબંધિત ઘણા સ્ત્રોતો છે. જેના આધારે કોઈપણ વ્યક્તિના સંબંધમાં નક્કી કરવું સરળ બની જાય છે કે તેનું કાર્યક્ષેત્ર શું હશે. માતા-પિતા તેમના બાળક માટે શું બનાવવા માંગે છે તેમાં જ્યોતિષીય માર્ગદર્શન ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો મંગળ સ્વ અથવા ઉચ્ચ રાશિમાં હોય તો તે સર્જન ડોક્ટર બનવાના ગુણ ધરાવે છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી
Published On - 3:29 pm, Wed, 8 June 22