
મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પરંતુ હિંદુ ધર્મમાં પણ મોરનું ઘણું મહત્વ છે. મોર ભગવાન કૃષ્ણ માટે વિશેષ માનવામાં આવે છે. કૃષ્ણજીની શાશ્વત મૂર્તિ મોર પીંછ વગર અધૂરી માનવામાં આવે છે. જો કે, ભગવાન કૃષ્ણની સાથે ભગવાન ગણેશ, કાર્તિકેય અને ઇન્દ્રદેવને પણ મોર પ્રત્યે ઘણો લગાવ છે. મોર ખૂબ જ સુંદર પક્ષી છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અને આ મહિનો ખાસ ભગવાન શિવ અને શ્રીકૃષ્ણ સમર્પિત છે. આથી અમે તમને આજે શ્રાવણ માસ ( Shravan month) દરમિયાન મોર પીંછ (peacock feather) ના જ્યોતિષ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં ચાલી રહેલી મોટી પરેશાનીઓ, શત્રુઓથી પણ મુક્તિ મેળવી શકે છે, શ્રાવણ માસમાં કૃષ્ણની પૂજા કરતી વખતે તમારા ઘરે મોરનું પીંછા લાવશો તો તે ખૂબ જ શુભ વરદાન સાબિત થશે.
શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરે છે. પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે શવનમાં શિવની સાથે સાથે ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરવાનું અનેરૂ મહત્વ માનવામાં આવે છે.
આ મહિનામાં ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી શુભ ફળ મળે છે, જ્યારે શ્રાવણ મહિનામાં મોરના પીંછાના ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં ચાલી રહેલી મોટી પરેશાનીઓ, શત્રુઓથી પણ મુક્તિ મેળવી શકે છે. કારણ કે વાંસળીની જેમ મોરનું પીંછું પણ ભગવાન કૃષ્ણની સૌથી પ્રિય વસ્તુ છે, તેથી જો તમે આ મહિનામાં કૃષ્ણની પૂજા કરતી વખતે તમારા ઘરે મોરનું પીંછા લાવશો તો તે ખૂબ જ શુભ વરદાન સાબિત થશે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.