ઘરની મહિલાઓ સતત રહે છે પરેશાન ? ભૂલોથી ભરેલું હોઈ શકે છે તમારા ઘરના રસોડાનું વાસ્તુ

|

Feb 25, 2023 | 6:27 AM

રસોડામાં (kitchen) વાસ્તુદોષ હોય તો તેનાથી પરિવારજનોના સંબંધોમાં તિરાડ પડી શકે છે. ત્યાં સુધી કે બાળકોના વિવાહમાં પણ અડચણો આવી શકે છે. શાસ્ત્રો અનુસાર ઘરનું રસોડું ખોટી દિશામાં બનેલું હોય તો તેની નકારાત્મક અસર સૌપ્રથમ ઘરની મહિલાઓ પર પડે છે !

ઘરની મહિલાઓ સતત રહે છે પરેશાન ? ભૂલોથી ભરેલું હોઈ શકે છે તમારા ઘરના રસોડાનું વાસ્તુ
Rasoi ghar

Follow us on

ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર બનેલું હોય તો જ તેમાં ખુશીઓનું આગમન થતું હોય છે. એમાં પણ, ઘરનું રસોડું વાસ્તુ અનુસાર હોય તે ખૂબ જ જરૂરી છે. કહે છે કે ઘરના રસોડામાં જો વાસ્તુદોષ હોય તો તેની સૌથી વિપરીત અને સર્વ પ્રથમ અસર ઘરની મહિલા પર જોવા મળે છે.

એટલું જ નહીં, પરિવારજનોને અનેકવિધ સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. ત્યારે આવો જાણીએ કે રસોડાના વાસ્તુદોષને લીધે કેવી-કેવી મુશ્કેલીઓ આપને પરેશાન કરી શકે છે તેમજ કોઈપણ પ્રકારની તોડફોડ વિના કઈ રીતે રસોડાના વાસ્તુદોષને દૂર કરી શકાય ?

રસોડું અને વાસ્તુ

⦁ રસોડાને ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર રસોડામાં જો કોઇ દોષ હોય તો ઘરમાં ક્યારેય શાંતિ નથી રહેતી.

Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?
પપૈયાની છાલમાંથી બનાવો છોડ માટે ખાતર, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા
શિયાળામાં તલ ખાવાના છે ગજબ ફાયદા
આજનું રાશિફળ તારીખ : 16-11-2024
Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર

⦁ રસોડામાં વાસ્તુદોષ હોય તો તેનાથી પરિવારજનોના સંબંધોમાં તિરાડ પડી શકે છે. ત્યાં સુધી કે બાળકોના વિવાહમાં પણ વિઘ્ન આવી શકે છે.

⦁ શાસ્ત્રો અનુસાર ઘરનું રસોડું ખોટી દિશામાં બનેલું હોય તો તેની નકારાત્મક અસર સૌપ્રથમ ઘરની મહિલાઓ પર પડે છે.

⦁ આજના સમયમાં જગ્યાના અભાવમાં અને સુવિધા અનુસાર લોકો રસોડાનું નિર્માણ કરાવતા હોય છે. જે ઘણાં વાસ્તુદોષોને આમંત્રણ આપી દે છે.

⦁ જો રસોડું ખોટી દિશામાં બની ગયું હોય અને તોડફોડ કરવી શક્ય ન હોય તો રસોડાની આંતરિક વ્યવસ્થામાં પરિવર્તન કરીને પણ વાસ્તુદોષ દૂર કરી શકાય છે અને તે કરવું અનિવાર્ય પણ મનાય છે.

કેવું હોવું જોઇએ ઘરનું રસોડું ?

⦁ ઘરમાં રસોડાની દિશા દક્ષિણ-પૂર્વ હોવી જોઇએ. રસોડા માટે આ દિશા સર્વશ્રેષ્ઠ મનાય છે. શાસ્ત્રો અનુસાર રસોડું જો દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનેલું હોય તો તે સૌથી મોટો વાસ્તુદોષ ગણાય છે. તેના કારણે ઘરના લોકો રોગ, કલેશ અને કંકાસમાં જ રહે છે.

⦁ રસોડામાં ગેસ અગ્નિ ખૂણામાં રાખવો જોઇએ.

⦁ રસોડામાં ભોજન કરતી વખતે મુખ હંમેશા પૂર્વ દિશામાં રહે તે રીતે ગોઠવણ કરવી જોઈએ. તે ઉત્તમ મનાય છે. તેનાથી પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

⦁ જો ફ્રિજ રસોડામાં રાખેલું હોય તો તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવું. ઇશાન કે નૈઋત્ય ખૂણામાં રેફ્રિજરેટરનું સ્થાન ક્યારેય ન રાખવું. આ પ્રકારની ગોઠવણ વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં નથી આવતી.

રસોડાનો વાસ્તુદોષ દૂર કરવાના ઉપાયો

⦁ જો આપનું રસોડું વાસ્તુ અનુસાર સાચી દિશામાં નથી તો રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં એક લાલ રંગનો બલ્બ લગાવી દો. તેને હંમેશા ચાલું જ રહેવા દો. માન્યતા છે કે આ ઉપાયથી વાસ્તુદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

⦁ રસોડાના વાસ્તુદોષને દૂર કરવા રસોડાની દિવાલો પર આછા નારંગી રંગનો રંગ કરાવો. આ ઉપાય શુભતામાં વૃદ્ધિ કરશે સાથે જ સકારાત્મક ઊર્જાને પ્રવાહિત કરશે.

⦁ કેટલાક લોકો સજાવટ માટે રસોડામાં કાળા રંગનો પત્થર લગાવે છે. વાસ્તવમાં કાળા રંગનો પત્થર રસોડામાં નકારાત્મક ઊર્જા લાવે છે. આ પ્રકારના દોષ માટે પત્થર તોડયા વિના ત્યાં તમે સ્વસ્તિક બનાવી દો. માન્યતા અનુસાર તેનાથી વાસ્તુદોષની ખરાબ અસર ઓછી થઇ શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article