Hanuman Jayanti 2025 : બ્રહ્મચારી હનુમાન છે એક પુત્રના પિતા, બેટ દ્વારકામાં છે મંદિર, વાંચો રોચક કથા

બધા જાણે છે કે બજરંગબલી બ્રહ્મચારી છે, પરંતુ શું તમે જાણો છો કે તેઓ પરિણીત હોવા ઉપરાંત એક પુત્રના પિતા પણ છે? જો નહીં, તો હનુમાન જયંતિ અવસર પર જાણો સંકટમોચન હનુમાન જીની પત્ની અને તેમના પુત્ર સાથે જોડાયેલી રોચક કથા.

Hanuman Jayanti 2025 : બ્રહ્મચારી હનુમાન છે એક પુત્રના પિતા, બેટ દ્વારકામાં છે મંદિર, વાંચો રોચક કથા
Hanuman Jayanti
| Updated on: May 27, 2025 | 10:25 AM

પૌરાણિક કથા અનુસાર, જ્યારે રાવણના પરાક્રમી પુત્ર મેઘનાદે બ્રહ્માસ્ત્રની મદદથી હનુમાનજીને પકડીને રાવણ સમક્ષ રજૂ કર્યા હતા, ત્યારે રાવણની આજ્ઞાથી તમામ રાક્ષસોએ તેની પૂંછડીમાં આગ લગાવી દીધી હતી અને પોતાની પૂંછડીની આગને શાંત કરવા માટે હનુમાનજી દરિયામાં કુદી પડ્યા, ત્યારે તેના શરીરમાંથી પરસેવાનું એક ટીપું પાણીમાં પડ્યું અને તે ટીપું પાણીમાં રહેલી માછલીના પેટમાં ગયું, જેના કારણે માછલીના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો, જે મકરધ્વજ તરીકે ઓળખાયા.

વાલ્મીકિજીની રામાયણમાં હનુમાનજીના પુત્રનો ઉલ્લેખ જોવા મળે છે

વાલ્મીકિજીની રામાયણમાં હનુમાનજીના પુત્રનો ઉલ્લેખ જોવા મળે છે. કથા અનુસાર, જ્યારે અહિરાવણ રામ-લક્ષ્મણનું અપહરણ કરીને તેમને પાતાલ પુરી લઈ ગયા, ત્યારે રામ-લક્ષ્મણની મદદ કરવા માટે પાતાલ પુરી પહોંચેલા હનુમાનજીનો સામનો તેમના પુત્ર મકરધ્વજ સાથે પાતાળના દ્વાર પર થાય છે. જે બિલકુલ વાનર જેવો દેખાય છે અને હનુમાનજીનો પરિચય કરાવતા કહે છે કે હું હનુમાનજીનો પુત્ર મકરધ્વજ છું અને હું પાતાલપુરીનો દ્વારપાળ છું.

આ પણ વાંચો :કોણ છે હનુમાનજીના સસરા? શા માટે બાલાજીએ કરવા પડ્યા હતા લગ્ન, જાણો રોચક કથા

મકરધ્વજની ઓળખાણ સાંભળીને હનુમાનજી ગુસ્સે થઈ જાય છે, પછી મકરધ્વજ તેમને તેમની ઉત્પત્તિની કથા કહે છે અને કહે છે કે જ્યારે તમે રાવણની લંકા બાળી હતી ત્યારે પ્રબળ જ્વાળાઓને કારણે હનુમાનજીને પરસેવો આવવા લાગ્યો હતો. પૂંછડીમાં લાગેલી આગને ઓલવવા તમે દરિયામાં કૂદી પડ્યા. તે જ સમયે તમારા શરીરમાંથી પરસેવાનું એક ટીપું ટપક્યું જે માછલીએ મોંમાં ગયું અને તે ગર્ભવતી થઈ. થોડા સમય પછી અહિરાવણના સૈનિકોએ તે માછલીને દરિયામાંથી પકડી લીધી. માછલીનું પેટ કપાયું ત્યારે મારો જન્મ થયો. પાછળથી મને પાતાળનો દ્વારપાળ બનાવવામાં આવ્યો.

ગુજરાતના દ્વારકામાં હનુમાનજી તેના પુત્ર સાથે બીરાજે છે

ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે. જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે, અહીં હનુમાનજી પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:05 pm, Wed, 5 April 23