Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ

|

Feb 02, 2021 | 11:30 AM

અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે.

Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ
અચલા સપ્તમી

Follow us on

Achala Saptami 2021: અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે. આ વર્ષે 19 ફેબ્રુઆરી, શુક્રવારે આવે છે. સપ્તમી તિથિ ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્યદેવે રથ સપ્તમીના દિવસે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું, જેને ભગવાન સૂર્યના જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને સૂર્ય જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અચલા અથવા રથ આરોગ્ય સપ્તમીનો શુભ સમય અને મહત્વ જાણીએ.

અચલા કે આરોગ્ય સપ્તમી શુભ સમય:
19 ફેબ્રુઆરી, શુક્રવાર

રથ સપ્તમીના દિવસે સ્નાન મુહૂર્ત – સવારે 5:14 થી 6:56 સુધી
અવધિ – 01 કલાક 42 મિનિટ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રથ સપ્તમી પર અરુણોદય – સવારે 6: 32
રથ સપ્તમી પર અવલોકનયોગ્ય સૂર્યોદય – સવારે 6: 56

સપ્તમી તિથિ પ્રારંભ – 18 ફેબ્રુઆરી, ગુરુવાર સવારે 8:17 થી
સપ્તમી તિથિ સમાપ્ત – 19 ફેબ્રુઆરી, શુક્રવાર સવારે 10:58 સુુુુુધી

અચલા સપ્તમીનું મહત્વ:
રથ સપ્તમીને શુભ દિવસ માનવામાં આવે છે. દાન કરવા માટે તે સૂર્ય ગ્રહ તરીકે શુભ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે અને વ્રત રાખે છે તો તે તમામ પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે. અરૂણોદય દરમ્યાન સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને વ્યક્તિ તમામ પ્રકારના રોગોથી મુક્ત રહે છે. આથી રથ સપ્તમીને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Next Article