આજે મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવશે. શિવજીએ કુબેર દેવને વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેની પર અપાર ધનની વર્ષા થશે. મહાશિવરાત્રિના વ્રતથી ધન, સુખ, વૈભવની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર કેટલાક ખાસ ઉપાયો કરવાથી કુબેર દેવતા ખૂબ જ પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.
સંહારના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવાય છે. એવી જ રીતે ધનના રાજા કુબેર માનવામાં આવે છે. કુબેર સુખ-સમૃદ્ધિ અને ધનના દેવતા છે. જીવનમાં દરેક લોકો કુબેર દેવતાના આર્શીવાદ મેળવવા માંગે છે. જો કે કુબેર દેવતા શિવજીના પરમ ભક્ત છે. ભગવાન શિવની કૃપાથી જ કુબેર ધનપતિ કહેવાયા છે. પૌરાણિક કથા અનુસાર શિવજીએ જ વરદાન આપ્યું હતું કે કુબેર દેવની પૂજા કરવાથી ધન અને વૈભવની વર્ષા થશે. મહાશિવરાત્રિના પર્વ પર કુબેર મંત્રનો જાપ કરવાથી ભોળાનાથની સાથે કુબેર દેવતા પણ મહેરબાન થશે.
⦁ મહાશિવરાત્રિએ સ્નાન કરીને સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો.
⦁ ૐ શ્રીં, ૐ શ્રીં, ૐ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાયઃ નમઃ આ મંત્રના 1008 વાર જાપ કરો.
⦁ આ મંત્રના ઉચ્ચારણ કરતા સમયે તમે બીલીના વૃક્ષની આસપાસ બેસવાથી તેનો પ્રભાવ ખૂબ થાય છે. ધ્યાન રહે કે મંત્રજાપમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે.
⦁ આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આ મંત્ર ખૂબ પ્રભાવશાળી બતાવવામાં આવ્યો છે. આ મંત્રના જાપથી ઘરમાંથી દરિદ્રતા જતી રહે છે અને ધનલાભ થાય છે.
⦁ ધન અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી ત્રસ્ત લોકોએ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
મહાશિવરાત્રિમાં મહાનો અર્થ થાય છે મહાન. શિવરાત્રિ એટલે શિવની રાત અથવા તો શિવની મહાન રાત, મહાશિવરાત્રિ ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જે જાતક સાચા મનથી શિવની ભક્તિ કરે છે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે અને તેની સૂતેલી કિસ્મત જાગી જાય છે તેમજ તેના ઘરમાં રહેલ વાસ્તુદોષનો અશુભ પ્રભાવ દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)