Rashi Bhavisya : 2022માં આ 8 રાશિનાં લોકોએ સાચવવાની જરૂર, જુઓ તમારી રાશિ તો નથી ને ?

|

Aug 09, 2021 | 6:40 AM

2022 માં શનિના રાશિ પરિવર્તનને કારણે આ 8 રાશિઓ પર પડશે અસર. જાણો કંઈ- કંઈ રાશિ છે સામેલ.

Rashi Bhavisya : 2022માં આ 8 રાશિનાં લોકોએ સાચવવાની જરૂર, જુઓ તમારી રાશિ તો નથી ને ?
Saturn Transit 2022

Follow us on

Rashi Bhavisya : આપણા જીવનમાં જે કંઈ ઘટના ઘટતી હોય તે ગ્રહોની સ્થિતિને આધીન હોય છે. ગ્રહની સ્થિતિ ને કારણે આપણા જીવનમાં ઘણા ફેરફાર આવે છે. આવતા વર્ષે એટલે કે 2022માં અમુક રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિઓ પર શનિદેવની ખરાબ નજર પડશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે બધા ગ્રહમાં સૌથી ધીમી ચાલ હોય તો તે છે શનિની. જ્યોતિષશાસ્ત્રમાં શનિને પાપી અને ક્રૂર ગ્રહ તરીકે ગણવામાં આવે છે.

શનિના અશુભ પ્રભાવને કારણે વ્યક્તિને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. શનિનું રાશિ પરિવર્તન 2022માં (Saturn Transit 2022) થશે. શનિ 29 એપ્રિલ 2022 ના રોજ મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું રાશિ પરિવર્તન મહત્વનું માનવામાં આવે છે. શનિનાં રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર થશે. ચાલો જાણીએ કે વર્ષ 2022માં કઈ રાશિઓ શનિની ખરાબ અસર થશે.

8 રાશિઓ પર થશે ખરાબ અસર
29 એપ્રિલ, 2022 ના રોજ, શનિનાં રાશિ પરિવર્તનને કારણે મીન રાશિ પર સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા શરૂ થશે. ધન, તુલા, મિથુન, મકર અને કુંભ રાશિ પહેલેથી જ શનિના પ્રભાવ હેઠળ છે. જો મીન, કર્ક અને વૃશ્ચિક પણ શનિના પ્રભાવ હેઠળ આવે તો કુલ 8 રાશિઓ શનિના પ્રભાવ હેઠળ આવશે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

શનિની અશુભ અસરોથી બચવા માટે કરો આ ઉપાય

રોજ હનુમાન ચાલીસા વાંચો

હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શિવલિંગને જળ અર્પણ કરો

ભગવાન શિવની કૃપાથી શનિદેવની અશુભ અસરોથી બચી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરરોજ શિવલિંગને જળ અર્પણ કરો.

શનિ ચાલીસા અને મંત્રનો જાપ કરો

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. શનિદેવની પૂજા કરવાથી શનિદેવની અશુભ અસરોથી બચી શકાય છે.

આ મંત્રનો જાપ કરો
ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ જ વૈજ્ઞાનિક પ્રમાણ નહીં. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને અહી પ્રસ્તુત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Horoscope Today : દૈનિક રાશિફળ કર્ક 09 ઓગષ્ટ: આજના દિવસે નવા ઘરની ખરીદી અંગે વિચારી શકો છો

આ પણ વાંચો :Horoscope Today : દૈનિક રાશિફળ મિથુન 09 ઓગષ્ટ : અચાનક કોઈ કામ પૂર્ણ કરવાથી ખુશી મળશે

 

Next Article