આ ત્રણ બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર, અન્ય બેંકના ATMમાંથી ગમે એટલી વાર ઉપાડી શકશો પૈસા, નહીં લાગે કોઈ ચાર્જ

|

Jun 13, 2021 | 2:25 PM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં ગ્રાહકોની ફ્રી મર્યાદા પૂરી થયા પછી બેન્કોને એટીએમ ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. દેશમાં ત્રણ ખાનગી બેન્કો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની ( Free ATM Transaction) ઓફર કરી રહી છે.

આ ત્રણ બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર, અન્ય બેંકના ATMમાંથી ગમે એટલી વાર ઉપાડી શકશો પૈસા, નહીં લાગે કોઈ ચાર્જ
આ ત્રણ બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં ગ્રાહકોની ફ્રી મર્યાદા પૂરી થયા પછી બેન્કોને એટીએમ ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ અન્ય બેંકના ATM દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી (ATM Interchange Fees)15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે.

ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન(Free ATM Transaction) પછી ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા કસ્ટમર ચાર્જીસની મહત્તમ મર્યાદા રૂ 20 થી વધારીને 21 કરવામાં આવી છે. જે બેંકના એટીએમ રોકડ ઉપાડવા માટે વપરાય છે તેને કાર્ડ આપતી બેંક દ્વારા ચુકવણી કરવામાં આવે છે. જ્યારે નોન ફાયનાન્સિયલ એટીએમ ચાર્જ રૂ 5 થી વધારીને 6 કરવામાં આવ્યો છે.

હાલમાં ભારતની મોટાભાગની ખાનગી અને સરકારી બેંકો શહેરો અને નગરોમાં 3 થી 5 નિઃશુલ્ક એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો કે, ગ્રામીણ વિસ્તારોમાં, બેંકો વધારેમાં વધારે 5 મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો તમે આ લિમિટ વટાવી લો છો, તો બેન્કો તમને એટીએમ ચાલુ રાખવા માટે ચાર્જ કરે છે. જો કે, કેટલીક એવી બેંકો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાંઝેક્શનની ઓફર કરી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો કે, દેશમાં ત્રણ ખાનગી બેન્કો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની ઓફર કરી રહી છે. આ બેંકો ઈન્ડસઇન્ડ બેંક,(IndusInd Bank) આઈડીબીઆઈ બેંક (IDBI Bank) અને સિટી બેંક (Citi Bank)છે.

ચાલો તમને જણાવી દઈએ કે સિટીબેંક ભારતમાં તેની બેન્ક બંધ કરી રહી છે. આઈડીબીઆઈ બેંક અને ઈન્ડસઇન્ડ બેંક તેમના ગ્રાહકોને દેશભરમાં મફત અમર્યાદિત એટીએમ ટ્રાન્ઝેક્શનની ઓફર કરશે.

બેંકબજાર મુજબ, જો તમે આઈડીબીઆઈના ગ્રાહક છો અથવા બેંકમાં ખાતું ખોલવાની યોજના કરી રહ્યા છો, તો તમારે જાણવું જોઈએ કે બેંક તેના એટીએમ પર નિઃશુલ્ક અમર્યાદિત ટ્રાન્ઝેક્શન અને અન્ય બેન્કોના એટીએમ પર ફ્રી લિમિટ 5 છે.

તો ઇન્ડસઇન્ડ બેંક ભારતમાં કોઈપણ બેંકના એટીએમ પર અનલિમિટેડ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન આપે છે. બેંકની વેબસાઇટ મુજબ, તમે ભારતના કોઈપણ એટીએમ પર ઇન્ડસઇન્ડ બેંક ડેબિટ કાર્ડ સાથેઅનલિમિટેડ એટીએમમાંથી ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

Next Article