આ છે શાનદાર થ્રી-વ્હીલ કાર, પેન્ડલ મારવાથી વધી જાય છે રેન્જ

|

Jul 21, 2024 | 8:58 PM

આ કારને સસ્ટેનિબિલિટી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક છે, આ કાર સિંગલ ચાર્જ પર 500 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની મહત્તમ ઝડપ 190 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર અન્ય કારની સરખામણીમાં એકદમ હલકી છે, તેનું વજન લગભગ 600 કિલો છે.

આ છે શાનદાર થ્રી-વ્હીલ કાર, પેન્ડલ મારવાથી વધી જાય છે રેન્જ
Tweak car

Follow us on

જર્મન ઓટોમેકર કંપની Tweak gmbh એ ખાસ કાર તૈયાર કરી છે. આ કારનું નામ Tweak 5 છે. આ કારની ખાસ વાત એ છે કે તેમાં સામાન્ય કારની જેમ ચાર નહીં, પરંતુ ત્રણ વ્હીલ છે. આ કારના આગળના ભાગમાં એક વ્હીલ અને પાછળના ભાગમાં બે વ્હીલ છે. થ્રી-વ્હીલ હોવા છતાં આ કાર રસ્તાઓ પર સામાન્ય કારની જેમ સરળતાથી ચાલે છે. આ કારમાં બે લોકો બેસી શકે છે.

સસ્ટેનિબિલિટીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ છે આ કાર

આ કારને સસ્ટેનિબિલિટી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક છે, આ કાર સિંગલ ચાર્જ પર 500 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની મહત્તમ ઝડપ 190 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર અન્ય કારની સરખામણીમાં એકદમ હલકી છે, તેનું વજન લગભગ 600 કિલો છે. આ કારની ડિઝાઇન પણ એકદમ યુનિક છે. તેનો દરવાજો આગળની તરફ ઉપરથી ખુલે છે.

આ કારમાં સ્ટિયરિંગ આપવામાં આવ્યું નથી. તેના બદલે બે જોયસ્ટીક કંટ્રોલ આપવામાં આવ્યા છે. આ જોયસ્ટીકથી કાર ચલાવવામાં આવે છે. આ ઉપરાંત કારમાં કોઈ ગિયર નથી. ગિયર્સને બદલે પેન્ડલ આપવામાં આવ્યા છે. જોયસ્ટિક્સ આગળના વ્હીલ સાથે જોડાયેલ છે. તેઓ એટલી સરળતાથી કામ કરે છે કે ડ્રાઈવર સરળતાથી એક હાથથી કાર ચલાવી શકે છે. પરંતુ સ્ટીયરીંગની તુલનામાં તેને ચલાવવાની રીત થોડી અલગ છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

કારનું પ્રી-બુકિંગ શરૂ

આ કારમાં ઇલેક્ટ્રિક મોટરની સાથે પેન્ડલ સપોર્ટ પણ આપવામાં આવ્યા છે. કાર ચલાવતી વખતે ડ્રાઈવર અને મુસાફર પેન્ડલ પણ મારી શકે છે. આમ કરવાથી મોટરને વધારાની શક્તિ મળે છે. ડ્રાઇવર પેન્ડલ મારતાની સાથે જ કારની સિસ્ટમ બેટરી બચાવવાનું શરૂ કરે છે અને ઓછા પાવરનો ઉપયોગ કરે છે. આ સાથે કારની બેટરી વધુ સમય સુધી ચાલી શકે છે અને નિર્ધારિત મર્યાદા કરતા વધુ અંતર સુધી પણ કાર ચલાવી શકાય છે. માત્ર પેન્ડલ મારીને કાર ચલાવી શકાતી નથી. શરૂઆતના તબક્કામાં આ કારના માત્ર 500 યુનિટ જ બનાવવામાં આવશે. આ કારનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તેની કિંમત લગભગ 48 લાખ રૂપિયા હોઈ શકે છે.

Next Article