ચીપ બાઈક ડીલ : ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટરને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

|

Nov 02, 2023 | 9:44 PM

દેશમાં લોકો ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે ઓલા એસ-1 પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માગો છો, તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટર તમને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તું મળશે.

ચીપ બાઈક ડીલ : ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટરને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Ola S1 Pro
Image Credit source: Ola

Follow us on

ભારતમાં ઈલેક્ટ્રિક કારની સાથે સાથે ઈલેક્ટ્રિક સ્કૂટરનું પણ ચલણ વધ્યું છે. લોકો ઈલેક્ટ્રિક સ્કૂટરને વધારે પસંદ કરી રહ્યા છે, ત્યારે ઓલા એસ-1 પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. બીજા ઈલેક્ટ્રિક સ્કૂટરની સરખામણીએ લોકો ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે ઓલા એસ-1 પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માગો છો, તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટર તમને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તું મળશે.

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે. ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટર મધ્યપ્રદેશમાં કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂપિયા 8 હજાર સુધીનો ફાયદો થશે.

ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટરની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ

TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?
Salad : સવારે કે બપોરે? સલાડ ખાવાનો સાચો સમય શું?

ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટરની મધ્યપ્રદેશના ધારમાં ઓન રોડ પ્રાઇસ

ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટરને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટર ખરીદવા માંગો છો, તો આ બાઈક મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના ધારમાં ઓલા એસ-1 પ્રોની ઓન રોડ પ્રાઇસ 1.56 લાખ રૂપિયા છે. તો આ જ ઈ-સ્કૂટર ગુજરાતના ગોધરામાં તમને 1.49 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 7 હજાર રૂપિયાનો ફાયદો થશે.

આ પણ વાંચો ચીપ કાર ડીલ : ટાટા નેક્સોન ઈવી કારને ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાંથી ખરીદવાથી થશે આટલા લાખનો ફાયદો

આ જ રીતે જો તમે ઓલા એસ-1 પ્રોના કોઈપણ મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે. ઓલા એસ-1 પ્રોના Gen-2ની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઈસ 1.56 લાખ રૂપિયા છે, તો મધ્યપ્રદેશના ધારમાં તેની કિંમત 1.64 લાખ રૂપિયા છે. તેથી આ બાઈક ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂ.8 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article