હુકમનો એક્કો સાબિત થઈ Marutiની આ કાર, Tata Punchને પછાડીને બની નંબર-1

|

Jun 11, 2024 | 7:20 PM

મે મહિનામાં સૌથી વધુ કઈ કારનું વેચાણ થયું છે, તેના આંકડા સામે આવ્યા છે. જેમાં મારુતિની કાર ટાટા પંચને પછાડીને નંબર -1 બની છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને આ લેખમાં જણાવીશું ગયા મહિનામાં કયા મોડલની માંગ વધુ રહી છે.

હુકમનો એક્કો સાબિત થઈ Marutiની આ કાર, Tata Punchને પછાડીને બની નંબર-1
Maruti Suzuki

Follow us on

દર મહિને ઓટો કંપનીઓ વેચાણના આંકડા જાહેર કરે છે, જે દર્શાવે છે કે બજારમાં ગ્રાહકોમાં કયા વાહનોની સૌથી વધુ માંગ છે. ત્યારે મે મહિનામાં સૌથી વધુ કઈ કારનું વેચાણ થયું છે, તેના આંકડા સામે આવ્યા છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને આ લેખમાં જણાવીશું ગયા મહિનામાં કયા મોડલની માંગ વધુ રહી છે.

Maruti Suzuki Swiftને થોડા સમય પહેલા જ નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થતાની સાથે જ સ્વિફ્ટના નવા મોડેલે ધૂમ મચાવી દીધી છે. નવી સ્વિફ્ટે મે મહિનામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારે જાણી લઈએ સૌથી વધુ વેચાતા ટોપ -5 વાહનોમાં કયા મોડલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Maruti Suzuki Swift

મે મહિનામાં સૌથી વધુ વેચાતા વાહનોની યાદીમાં Maruti Suzuki Swift ટોપ પર છે, આ હેચબેકના ગયા મહિને 19,393 યુનિટ વેચાયા છે. વાર્ષિક ધોરણે આ વાહનના વેચાણમાં 12 ટકાનો વધારો થયો છે. જૂની સ્વિફ્ટના 17,346 યુનિટ 2023માં વેચાયા છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

Tata Punch

ટાટા મોટર્સની આ ફેમસ સબ-કોમ્પેક્ટ એસયુવી વેચાણની દ્રષ્ટિએ મારુતિ સુઝુકીની નવી સ્વિફ્ટથી પાછળ છે. ગયા મહિને એટલે કે મે મહિનામાં ટાટા પંચના 18,949 યુનિટ્સનું વેચાણ થયું હતું, આ કારના વાર્ષિક વેચાણમાં 70 ટકાનો વધારો થયો છે. 2023માં 11,124 યુનિટનું વેચાણ થયું હતું.

Maruti Suzuki Dzire

મારુતિ સુઝુકીની અન્ય એક કારે ટોપ-3માં એન્ટ્રી કરી છે. Dzireના ગયા મહિને 16,061 યુનિટ્સનું વેચાણ થયું હતું. ગ્રાહકોમાં આ કારની માંગ વધી રહી છે, આ કારના વાર્ષિક વેચાણમાં 42 ટકાનો વધારો થયો છે. 2023માં 11,315 યુનિટનું વેચાણ થયું હતું.

Hyundai Creta

આ Hyundai SUVની માંગમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે, ગયા મહિને આ વાહનના 14,662 યુનિટ વેચાયા હતા. વાર્ષિક ધોરણે આ કારના વેચાણમાં 1 ટકાનો વધારો થયો છે. 2023માં 14,449 યુનિટનું વેચાણ થયું હતું.

Maruti Suzuki Wagon R

મારુતિ સુઝુકીની આ હેચબેક ટોપ 5માં પોતાનું સ્થાન બનાવી ચુકી છે અને ગયા મહિને આ કારના 14,492 યુનિટ વેચાયા હતા. પરંતુ જો આપણે આ કારના વેચાણ પર વર્ષના આધાર પર નજર કરીએ તો આ કારના વેચાણમાં 11 ટકાનો ઘટાડો થયો છે. 2023માં 16,258 યુનિટનું વેચાણ થયું હતું.

Next Article