Cheap Car Deal : ભારતમાં પેટ્રોલ કાર (Car) કરતાં ડીઝલ કારનું વેચાણ ઓછું થાય છે, પરંતુ લોકોમાં ડીઝલ કારનું ચલણ વધારે જોવા મળતું હોય છે. આજકાલ ઘણી ડીઝલ કાર ટ્રેન્ડમાં ચાલી રહી છે, પરંતુ આ રેસમાં Jeep Compass કારને લોકો વધારે પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Jeep Compass કાર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. આ કાર તમને મધ્ય પ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે.
આ પણ વાંચો Cheap Car Deal: Nissan Magnite કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
જો તમે મધ્ય પ્રદેશમાં રહો છો અને તમે Jeep Compass કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Jeep Compass કાર મધ્ય પ્રદેશની સરખામણીએ ગુજરાતમાં રુપિયા 3.89 લાખ સસ્તી મળી રહી છે.
જો તમે Jeep Compass કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મધ્ય પ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Jeep Compass (ડીઝલ)ના બેઝ મોડલની ગુજરાતના અમદાવાદમાં ઓન રોડ પ્રાઇસ 23 લાખ રુપિયા છે, તો મધ્ય પ્રદેશના ઈંદોરમાં આજ કારની પ્રાઇસ 25.03 લાખ રૂપિયા છે. તેથી જો તમે Jeep Compassનું બેઝ મોડલ મધ્ય પ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.2.03 લાખનો ફાયદો થશે.
Jeep Compassના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો મધ્ય પ્રદેશના ઈંદોરમાં ઓન રોડ પ્રાઇસ 39.73 લાખ રૂપિયા છે. તો ગુજરાતના અમદાવાદમાં ટોપ મોડલ તમને 35.84 લાખ રૂપિયામાં જ મળી રહ્યું છે. તેથી જો તમે Jeep Compassનું ટોપ મોડલ મધ્ય પ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.3.89 લાખનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો