Cretaનો ‘બ્લેક બ્યુટી’ અવતાર થયો લોન્ચ, જાણો કેટલી છે કિંમત

|

Sep 04, 2024 | 7:42 PM

Cretaના આ એડિશનને બ્લેક પેઈન્ટ સ્કીમ અને 21 એક્સટેરિયર અને ઈન્ટેરિયર ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, ગ્રાહકોને બ્લેક પેઇન્ટેડ ફ્રન્ટ ગ્રિલ, બ્લેક 17 ઇંચ એલોય વ્હીલ્સ, મેટ બ્લેક ફ્રન્ટ અને રિયર હ્યુન્ડાઇ લોગો, એક્સક્લુઝિવ નાઈટ એમ્બ્લેમ જેવા એક્સટેરિયરમાં ઘણા ફેરફારો જોવા મળશે.

Cretaનો બ્લેક બ્યુટી અવતાર થયો લોન્ચ, જાણો કેટલી છે કિંમત
Creta
Image Credit source: Hyundai

Follow us on

Hyundaiની ફેમસ SUV Cretaનું નવું મોડલ Creta Knight Edition ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જો તમને કારનો ‘બ્લેક બ્યુટી’ અવતાર ગમતો હોય, તો તમને ક્રેટાનું આ નવું એડિશન ગમશે. આ વર્ષની શરૂઆતમાં હ્યુન્ડાઈએ Cretaનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું હતું અને આ નાઈટ એડિશન કંપનીના ફેસલિફ્ટ મોડલ પર આધારિત છે.

Cretaના આ એડિશનને બ્લેક પેઈન્ટ સ્કીમ અને 21 એક્સટેરિયર અને ઈન્ટેરિયર ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, ગ્રાહકોને બ્લેક પેઇન્ટેડ ફ્રન્ટ ગ્રિલ, બ્લેક 17 ઇંચ એલોય વ્હીલ્સ, મેટ બ્લેક ફ્રન્ટ અને રિયર હ્યુન્ડાઇ લોગો, એક્સક્લુઝિવ નાઈટ એમ્બ્લેમ, બ્લેક પેઇન્ટેડ ફ્રન્ટ અને રિયર સ્કિડ પ્લેટ જેવા એક્સટેરિયરમાં ઘણા ફેરફારો જોવા મળશે.

Hyundai Creta Knight Editionની કિંમત

Hyundai Cretaના આ નવા એડિશનની શરૂઆતની કિંમત 14.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ મોડલના ટોપ વેરિઅન્ટની કિંમત 20.15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે. મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા બ્લેક એડિશન સિવાય હ્યુન્ડાઈ ક્રેટાનું આ મોડલ Tata Harrier Dark Edition અને MG Hector BlackStorm જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે.

જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos
રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર
ચોંકાવનારૂ ! ભારતનું એક એવું ગામ જ્યાં લોકો નથી પહેરતા બુટ કે ચપ્પલ
પગમાં દેખાતા આ લક્ષણોમાં છુપાયેલું છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, જાણો કઈ રીતે
HDFC બેંકમાંથી 5 વર્ષ માટે 15 લાખની લોન લેવા પર EMI કેટલું આવશે?
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે

Hyundai Creta Knight Editionનું એન્જિન

Hyundai Creta Knight Editionમાં 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 6 સ્પીડ મેન્યુઅલ અને IVT ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પોમાં હશે. આ સિવાય 1.5 લિટર ડીઝલ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પોમાં હશે. ક્રેટા નાઈટ એડિશન S(O) અને SX(O) વેરિઅન્ટમાં વેચાણ માટે મુકવામાં આવશે.

Hyundai Creta Knight Editionના ફીચર્સ

કંપનીએ ફીચર્સમાં કોઈ ફેરફાર કર્યો નથી, ક્રેટા ફેસલિફ્ટના સમાન ફીચર્સ આ મોડેલમાં જોવા મળશે. જેમ કે પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, રીઅર એસી વેન્ટ્સ, એમ્બિયન્ટ લાઇટિંગ અને ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Published On - 7:41 pm, Wed, 4 September 24

Next Article