ચીપ કાર ડીલ : જો તમે હ્યુન્ડાઇ ઓરા કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો સસ્તી મળશે

|

Nov 03, 2023 | 8:08 PM

જો તમે રાજસ્થાનમાં રહો છો અને હ્યુન્ડાઇ ઓરા કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાં તમને સસ્તી પડશે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે હ્યુન્ડાઇ ઓરા કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં રુપિયા 39 હજાર સુધી સસ્તી મળી રહી છે.

ચીપ કાર ડીલ : જો તમે હ્યુન્ડાઇ ઓરા કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો સસ્તી મળશે
Hyundai Aura
Image Credit source: Hyundai

Follow us on

ભારતમાં ડીઝલ કારની સરખામણી પેટ્રોલ કારનું ચલણ વધારે છે. આજકાલ ઘણી પેટ્રોલ કાર ટ્રેન્ડમાં ચાલી રહી છે, તેમાં હ્યુન્ડાઇ ઓરા કારને પણ લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે હ્યુન્ડાઇ ઓરા કાર ખરીદવા માગો છો, તો આ કાર તમે રાજસ્થાનની ગુજરાતમાંથી ખરીદશો તો સસ્તી મળશે.

જો તમે રાજસ્થાનમાં રહો છો અને હ્યુન્ડાઇ ઓરા કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાં તમને સસ્તી પડશે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે હ્યુન્ડાઇ ઓરા કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં રુપિયા 39 હજાર સુધી સસ્તી મળી રહી છે.

હ્યુન્ડાઇ ઓરાના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે હ્યુન્ડાઇ ઓરા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે હ્યુન્ડાઇ ઓરા (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 7.18 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના આબુ રોડ ખાતે આજ કારની પ્રાઇસ 7.47 લાખ રૂપિયા છે. તેથી જો તમે હ્યુન્ડાઇ ઓરાનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.29 હજારનો ફાયદો થશે.

આજનું રાશિફળ તારીખ : 24-12-2024
Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

હ્યુન્ડાઇ ઓરાના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ

હ્યુન્ડાઇ ઓરાના બેઝ મોડલની રાજસ્થાનના આબુ રોડ ખાતે ઓન રોડ પ્રાઇસ

આ પણ વાંચો ચીપ બાઈક ડીલ : ઓલા એસ-1 પ્રો ઈ-સ્કૂટરને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

હ્યુન્ડાઇ ઓરાના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

હ્યુન્ડાઇ ઓરાના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ, તો રાજસ્થાનના આબુ રોડ ખાતે ઓન રોડ પ્રાઇસ 10.21 લાખ રૂપિયા છે. તો ગુજરાતના પાલનપુરમાં ટોપ મોડલ તમને 9.82 લાખ રૂપિયામાં જ મળી રહ્યું છે. તેથી જો તમે હ્યુન્ડાઇ ઓરાનું ટોપ મોડલ રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.39 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article