
ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી ભારતીય બજારમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ઈ-સ્કૂટરનું નામ એમ્પીયર NXG હોઈ શકે છે. કંપનીએ લોન્ચ પહેલા આનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો આ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકે છે. આ ઉપરાંત, કંપનીએ તેના માટે એક ટીઝર પણ બહાર પાડ્યું છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. ભારતીય બજારમાં તે Ola ઈલેક્ટ્રિક, TVS iQube, બજાજ ચેતક EV જેવા ઘણા મોડલ સાથે સ્પર્ધા કરશે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝર અનુસાર, NXGની ડિઝાઇન યુવાનોને અનુરૂપ લાગે છે. તેમાં એપ્રોન-માઉન્ટેડ ટર્ન ઇન્ડિકેટર્સ સાથે એલઇડી હેડલાઇટનો સમાવેશ થાય છે. વેબસાઈટ પરની ટીઝર ઈમેજ એ પણ દર્શાવે છે કે બેટરી પેક રાઈડરની સીટની નીચે રહેશે. તેમાં ફ્લેટ ફ્લોરબોર્ડ હશે, જેનાથી સામાન રાખવામાં સરળતા રહેશે. સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્તમ સલામતીની ખાતરી કરવા માટે તેમાં 4 ગણુંવધુ મજબૂત એક્સોસ્કેલેટન છે.
LED લાઇટ્સ ઉપરાંત એમ્પીયર NXGમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ હશે. સ્કૂટરમાં બેલ્ટ ઓપરેટેડ સેટઅપ સાથે ચાર રાઈડિંગ મોડ પણ મળશે. તેના હાર્ડવેરમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, ડ્યુઅલ રીઅર સ્પ્રિંગ્સ અને ડિસ્ક બ્રેક સેટઅપનો સમાવેશ થાય છે. સ્કૂટરમાં LFP બેટરી હશે, જે તેની કેટેગરીમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ ઉપરાંત તેનો ચાર્જિંગ સમય પણ ઓછો લે છે.
આ સ્કૂટરમાં કાર્બન ફાઈબર ફિનિશ સાથે સૌથી મોટી સીટ છે, જેના કારણે તેમાં બેઠેલા બંને મુસાફરોને ખૂબ જ આરામદાયક સવારી મળશે. સ્કૂટર પેટન્ટ ટેક્નોલોજી સાથે હાઇબ્રિડ સ્વિંગ આર્મ અને મલ્ટિ-સસ્પેન્શન સાથે આવે છે.
આ પણ વાંચો ઈલેક્ટ્રિક કાર ચલાવવી સસ્તી પડે કે પેટ્રોલ કાર ? જાણો સંપૂર્ણ ગણિત