Cheap Bike Deal : જો તમે Royal Enfield બાઈક ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે નવું બાઇક લેવાનું વિચારી રહ્યા છો અને પૈસાની સમસ્યા આવી રહી છે તો અમે તમને જણાવીશું કે તમારા બજેટમાં તમે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.

Cheap Bike Deal : જો તમે Royal Enfield બાઈક ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો
Royal Enfield
| Edited By: | Updated on: Aug 08, 2023 | 10:58 PM

Cheap Bike Deal : આજના સમયમાં રોજિંદા વાહનવ્યવહાર માટે બાઈક (Bike) જરૂરી બની ગયું છે. દરેક ઘરમાં તમને ઓછામાં ઓછું એક બાઈક તો જોવા મળશે. ત્યારે જો તમે નવું બાઇક લેવાનું વિચારી રહ્યા છો અને પૈસાની સમસ્યા આવી રહી છે તો અમે તમને જણાવીશું કે તમારા બજેટમાં તમે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.

આ પણ વાંચો Cheap car Deal : જો તમે Hyundai Exter કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમે Royal Enfield Hunter 350 બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાંથી આ બાઈક ખરીદવાથી તમને રૂપિયા 14 હજાર સુધીનો ફાયદો થશે અને રાજસ્થાન ગુજરાત સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકશો.

Royal Enfield Hunter 350 (Retro) બાઈક ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.13 હજારનો ફાયદો

જો તમે Royal Enfield Hunter 350 બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે રાજસ્થાનના સિરોહીમાં Royal Enfield Hunter 350ના Retro વેરિયન્ટની ઓન રોડ પ્રાઇસ રૂ. 1.76 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના પાલનપુરમાં તમને રૂ.1.63 હજારમાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 13 હજારનો ફાયદો થશે.

રાજસ્થાનના સિરોહીમાં Royal Enfield Hunter 350(Retro)ની ઓન રોડ પ્રાઇસ

Royal Enfield

ગુજરાતના પાલનપુરમાં Royal Enfield Hunter 350(Retro)ની ઓન રોડ પ્રાઇસ

Royal Enfield

Royal Enfield Hunter 350 બાઈકના કોઈપણ વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Royal Enfield Hunter 350નું Retro વેરિયન્ટ ગુજરાતમાં 13 હજાર સસ્તું મળી રહ્યું છે, ત્યારે અમે તમને જણાવી દઈએ કે Royal Enfield Hunter 350ના Metro Rebel વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. રાજસ્થાનના સિરોહીમાં Metro Rebelની ઓન રોડ પ્રાઇસ રૂપિયા 2.04 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના પાલનપુરમાં તમને રૂ.1.90 લાખમાં મળી રહ્યું છે. તેથી Metro Rebel વેરિયન્ટને પણ ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂ. 14 હજારનો ફાયદો થશે.