ચીપ બાઇક ડીલ : હીરો ગ્લેમર બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

લોકોના મનમાં બાઈક ખરીદતા પહેલા તેની કિંમતને લઈને સવાલો ઉભા થતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવું બાઈક ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે હીરો ગ્લેમર બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે.

ચીપ બાઇક ડીલ : હીરો ગ્લેમર બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો
Hero Glamour
Image Credit source: Hero
| Edited By: | Updated on: Oct 29, 2023 | 8:05 PM

આજના યુગમાં બાઈકએ દરેક લોકો માટે જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. કોઈ પોતાના શોખ માટે તો કોઈ પોતાની જરૂરિયાત માટે બાઈક ખરીદતા હોય છે. લોકોના મનમાં બાઈક ખરીદતા પહેલા તેની કિંમતને લઈને સવાલો ઉભા થતા હોય છે. ત્યારે આજે અમે તમને નવું બાઈક ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. તેના વિશે આ લેખમાં જણાવીશું. જો તમે જો તમે હીરો ગ્લેમર બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળશે.

જો તમે હીરો ગ્લેમર બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના લોકો માટે આ બાઈક તેમના પાડોશી રાજ્ય ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે હીરો ગ્લેમર બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂપિયા 3750 સુધીનો ફાયદો થશે.

હીરો ગ્લેમર બાઈકની ગુજરાતના વલસાડમાં ઓન રોડ પ્રાઇસ

હીરો ગ્લેમર બાઈકની મહારાષ્ટ્રના મુંબઈમાં ઓન રોડ પ્રાઇસ

હીરો ગ્લેમર બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે હીરો ગ્લેમર બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના મુંબઈમાં હીરો ગ્લેમર બાઈક (કેનવાસ ડ્રમ)ની ઓન રોડ પ્રાઇસ 96,385 રૂપિયા છે. તો આ જ બાઈક ગુજરાતના વલસાડમાં તમને 92,365 રૂપિયામાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે મહારાષ્ટ્રમાંથી ખરીદશો તો તમને 3750 રૂપિયાનો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Kia Carens કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલી છે કિંમત

આ જ રીતે જો તમે હીરો ગ્લેમર બાઈકના કેનવાસ ડીસ્ક વેરિયન્ટને પણ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે. કારણ કે મહારાષ્ટ્રના મુંબઈમાં હીરો ગ્લેમર બાઈકના કેનવાસ ડીસ્ક વેરિયન્ટની ઓન રોડ પ્રાઇસ 1.01 લાખ રૂપિયા છે, તો આ જ વેરિયન્ટ ગુજરાતના વલસાડમાં તમને 97,243 રૂપિયામાં મળી રહ્યું છે, તેથી આ વેરિયન્ટને પણ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી 3750 રૂપિયાનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો