
Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike) એ જરૂરીયાત બની ગઈ છે. કોઈ પોતાના શોખ માટે તો કોઈ તેની જરૂરિયાત માટે બાઈક ખરીદતા હોય છે. લોકો જ્યારે નવું બાઈક ખરીદવાનો વિચારે છે, ત્યારે તેમના મનમાં સૌપ્રથમ તેની કિંમતને લઈને મોટો સવાલ ઉભો થતો હોય છે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Hero Xtreme બાઈક ખરીદવા માગો છો તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે.
આ પણ વાંચો Cheap Car Deal : Jeep Compass કાર મધ્ય પ્રદેશ કરતાં ગુજરાતમાં મળી રહી છે આટલા લાખ સસ્તી
જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Hero Xtreme બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાં ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Hero Xtreme બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.4 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.
જો તમે Hero Xtreme બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રના માલેગાંવમાં Hero Xtreme (Single disk)ની ઓન રોડ પ્રાઇસ રૂ. 1.45 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના વાપીમાં તમને રૂ.1.41 લાખમાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.4 હજારનો ફાયદો થશે.
જેવી રીતે Hero Xtreme બાઈકના Single Disk વેરિયન્ટને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.4 હજારનો ફાયદો થાય છે. તે જ રીતે Double Disk વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. Double Disk વેરિયન્ટની મહારાષ્ટ્રના માલેગાંવમાં ઓન રોડ પ્રાઇસ રૂ.1.49 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના વાપીમાં તમને રૂ. 1.45 લાખમાં મળી રહ્યું છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂ.4 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો