ચીપ બાઈક ડીલ : બજાજ પ્લેટિના બાઈક મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં છે સસ્તું, જાણો કેટલી છે કિંમત

|

Nov 27, 2023 | 8:44 PM

જો તમે બજાજ પ્લેટિના બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના લોકો માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે બજાજ પ્લેટિના બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂપિયા 4 હજાર સુધીનો ફાયદો થશે.

ચીપ બાઈક ડીલ : બજાજ પ્લેટિના બાઈક મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં છે સસ્તું, જાણો કેટલી છે કિંમત
Bajaj Platina
Image Credit source: Bajaj

Follow us on

ભારતમાં ટુ-વ્હીલરની સંખ્યા સૌથી વધારે છે અને સૌથી વધુ વેચાણ પણ ટૂ-વ્હીલરનું જ થાય છે. ત્યારે જો તમે પણ નવું બાઈક ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું કે સૌથી ઓછા બજેટમાં નવું બાઈક ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે બજાજ પ્લેટિના બાઈક ખરીદવા માગો છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે.

જો તમે બજાજ પ્લેટિના બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના લોકો માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે બજાજ પ્લેટિના બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂપિયા 4 હજાર સુધીનો ફાયદો થશે.

બજાજ પ્લેટિના બાઈકની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ

Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા
Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો

બજાજ પ્લેટિના બાઈકની મહારાષ્ટ્રના ધુલેમાં ઓન રોડ પ્રાઇસ

બજાજ પ્લેટિના બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે બજાજ પ્લેટિના બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના ધુલેમાં બજાજ પ્લેટિના બાઈક (ડ્રમ)ની ઓન રોડ પ્રાઇસ 84,463 રૂપિયા છે. તો આ જ બાઈક ગુજરાતના નવસારીમાં તમને 79,708 રૂપિયામાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે મહારાષ્ટ્રમાંથી ખરીદશો તો તમને 4,755 રૂપિયાનો ફાયદો થશે.

આ પણ વાંચો ચીપ કાર ડીલ : જો તમે મારુતિ ઇગ્નિસ કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં છે સસ્તી

આ જ રીતે જો તમે બજાજ પ્લેટિના બાઈકના ABS વેરિયન્ટને પણ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે. કારણ કે મહારાષ્ટ્રના ધુલેમાં બજાજ પ્લેટિના બાઈકના ABS વેરિયન્ટની ઓન રોડ પ્રાઇસ 64,594 રૂપિયા છે, તો આ જ વેરિયન્ટ ગુજરાતના નવસારીમાં તમને 70,708 રૂપિયામાં મળી રહ્યું છે, તેથી આ વેરિયન્ટને પણ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી 3,886 રૂપિયાનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article