કાર હો તો ઐસી : વિશ્વની સૌથી ઝડપી કારની વાત કરીએ તો તેમાં એક નામ છે કોએનિગસેગની જેસ્કો એબસોલટ. આ કંપની તેની કારની ખાસિયત માટે જાણીતી છે. જેસ્કો એબસોલટ એક એવી કાર છે જેને માત્ર વિશ્વની સૌથી ઝડપી કાર કહેવામાં આવે છે પરંતુ તે કોએનિગસેગ કંપનીની સૌથી ઝડપી કાર પણ છે.
કોએનિગસેગ કંપની આ કાર 2020માં આવી હતી. કંપનીના જેસ્કો એબસોલટને તેનું હાઈ સ્પીડ વેરિઅન્ટ પણ કહેવામાં આવે છે. જેસ્કો એક સુપરફાસ્ટ કાર છે. જેસ્કો તમને એકદમ હાઈ સ્પીડ જ નહીં આપે પરંતુ તમને શાનદાર પરફોર્મન્સ પણ મળશે. તેની કિંમત ખૂબ જ વધારે છે. કંપનીના એક રિપોર્ટ મુજબ તેને 28.10 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ)ની કિંમતે વેચવામાં આવી છે.
તે હાઈ સ્પીડ કાર હોવાથી તેની બોડી એરોડાયનેમિક કોન્સેપ્ટ પર ડિઝાઈન કરવામાં આવી છે. તેની ડિઝાઈન એક નવું પરિમાણ સ્થાપિત કરવામાં સક્ષમ છે. કોએનિગસેગ જેસ્કો એબસોલટ ઘણા કારણોસર લોકોની ડ્રીમ કાર બની શકે છે. તે માત્ર ખૂબ જ આકર્ષક પર્ફોમન્સ આપે છે. આ કારમાં 5 લીટરનું વી8 એન્જિન છે. ફ્લેટ પ્લેન ક્રેન્કશાફ્ટ અને ડબલ ઓવરહેડ કેમશાફ્ટ એન્જિનની અંદર જોઈ શકાય છે.
તેના પાવર વિશે વાત કરીએ તો તમને 7800 આરપીએમ પર 1600 એચપી તેમજ 5100 આરપીએમ પર 1106 એલબીનો ટોર્ક મળે છે. જેસ્કો એબસોલટમાં ટ્રાન્સમિશન વિશે વાત કરીએ તો તે 9 સ્પીડ લાઈટ ટ્રાન્સમિશન સાથે ઈન હાઉસ કંટ્રોલ મોડ્યુલ, અલ્ટીમેટ પાવર ડિમાન્ડ ગિયરબોક્સ સાથે આવે છે.
જો આ વાહનની સ્પીડના આંકડાની વાત કરીએ તો તેને 97 કેએમપીએચની સ્પીડ સુધી પહોંચવામાં લગભગ 2.5 સેકન્ડનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ વિશે વાત કરીએ તો તે લગભગ 482 કેએમપીએચ છે. જે સામાન્ય સ્પીડ કરતા અનેક ગણી વધારે છે.
આ પણ વાંચો: કાર હો તો ઐસી : ભવિષ્યમાં આ કાર એક કલાકમાં 333 કિમી કાપશે ! જુઓ વીડિયો
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:01 pm, Sat, 4 November 23