ગ્રીન કાર્ડની રાહ જોતાં ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં કરી શકે છે ગ્રીનકાર્ડના કાયદામાં ફેરફાર

|

Feb 08, 2019 | 4:53 PM

આપણાં દેશમાંથી અમેરિકા જનાર લોકોની સંખ્યા વધુ હોય છે. જેમાંથી કેટલાંક લોકો ત્યાં સ્થાયી થવાના ઈરાદાથી પણ જતાં હોય છે. તેમાં પણ ગુજરાતીઓની સંખ્યા વધુ હોય છે. અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીન કાર્ડ મેળવવું પડે છે. જો કે અત્યાર સુધી ગ્રીનકાર્ડ મેળવવું અઘરું કામ હતું પરંતુ હવે ટ્રમ્પ સરકાર ગ્રીનકાર્ડ મામલે કેટલાક કાયદા સરળ બનાવવા […]

ગ્રીન કાર્ડની રાહ જોતાં ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં કરી શકે છે ગ્રીનકાર્ડના કાયદામાં ફેરફાર

Follow us on

આપણાં દેશમાંથી અમેરિકા જનાર લોકોની સંખ્યા વધુ હોય છે. જેમાંથી કેટલાંક લોકો ત્યાં સ્થાયી થવાના ઈરાદાથી પણ જતાં હોય છે. તેમાં પણ ગુજરાતીઓની સંખ્યા વધુ હોય છે. અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીન કાર્ડ મેળવવું પડે છે. જો કે અત્યાર સુધી ગ્રીનકાર્ડ મેળવવું અઘરું કામ હતું પરંતુ હવે ટ્રમ્પ સરકાર ગ્રીનકાર્ડ મામલે કેટલાક કાયદા સરળ બનાવવા અંગે વિચાર કરી રહ્યું છે.

તાજેતરમાં અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝન્ટેટિવ અને સેનેટ સભ્યોએ નવા કાયદાની જાહેરાત કરી છે. આ નવા કાયદા હેઠળ પ્રતિ-દેશ ગ્રીન કાર્ડ લિમિટને દૂર કરવાના નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ બિલ પસાર થયું તો અમેરિકામાં કાયમી વસવાટની રાહ જોતાં કરોડો ભારતીયોને ફાયદો થશે.

હાલમાં ભારતીય પ્રોફેશનલ મોટાભાગે H1-B વિઝા પર જ જતા હોય છે. એચ1-બી વિઝા હેઠળ તેઓ અમેરિકાની ટોચ કંપનીઓમાં કામ કરી શકે છે. હાલમાં થયેલાં કેટલાંક સર્વેક્ષણ અનુસાર, અમુક કેટેગરીમાં ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ માટે 151 વર્ષ સુધી રાહ જોવી પડે છે. જેની સામે સરકાર નિયમોમાં ફેરફાર કરે તો તેનો લાભ ભારતીયોને સીધો મળી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગ્રીન કાર્ડના નિયમમાં ફેરફાર કરવા માટે અમેરિકન સેનેટમાં રિપબ્લિકન માઇક લી અને ડેમોક્રેટિક કમલા હેરિસે ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અન્ય 13 સાંસદોએ પણ ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ હેઠલ પ્રતિ દેશ કૅપ અને ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડને  7 ટકાથી વધારીને 15 ટકા કરવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવે છે.

હાલ ગ્રીન કાર્ડના સાત ટકા સૌથી પોપ્યુલર દેશોને આપવામાં આવે છે. જે સાત ટકાની લિમિટના કારણે ચીન અથવા ભારતના ભણેલો વર્ગ  લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. જેના માટે આ નવો નિયમ લાભદાયી સાબિત થઈ શકે છે.

[yop_poll id=1226]

Next Article