Gir Somnath: જિલ્લામાં મોડી રાતથી વરસાદ ચાલુ , વેરાવળમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

|

Sep 13, 2022 | 6:07 PM

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં મોડી રાતથી વરસાદ ચાલુ થયો હતો. ધોધમાર વરસાદના પગલે વેરાવળમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

Gir Somnath: રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં મોડી રાતથી વરસાદ ચાલુ થયો હતો. ધોધમાર વરસાદના પગલે વેરાવળમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તાલાલા, ઊના, કોડીનાર, ગીરગઢડા સહિતના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ચોમાસાની ઋુતુ પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે જતા જતા પણ મેઘરાજા ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 219 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભાવનગરના (Bhavnagar) મહુવામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ ચાર દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.

ગુજરાતના 219 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં સોમવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક એટલે કે 12 સપ્ટેમ્બર સવારે 6થી 13 સપ્ટેમ્બર સવાર 6 કલાક સુધીમાં ગુજરાતમાં 219 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 30 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમરેલી અને પોરબંદરના કુતિયાણામાં 5-5 ઇંચ વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સીઝનનો 109 ટકા વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનનો 109.48 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં 170.47 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 115.67 ટકા વરસાદ, પૂર્વ મધ્યમાં 90.21 ટકા સીઝનનો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 100.84 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 116.47 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સારો એવો વરસાદ વરસાદ અનેક નદી-નાળાઓ છલકાઇ ગયા છે. રાજ્યના ડેમોમાં પણ પાણીની સારી એવી આવક થઇ છે.

 

Next Video