સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી કહ્યું, હારના ડરથી ભાજપે ઉમેદવાર બદલ્યા

|

Mar 24, 2024 | 9:05 AM

લોકસભાની સાબરકાંઠા બેઠક માટે ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારીથી પીછેહટ કરી છે. તેઓએ વ્યક્તિગત કારણસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તો હવે કોંગ્રેસના ઉમેદવાર ડો તુષાર ચૌધરીએ વળી હારના ડરે ભાજપે ઉમેદવાર બદલ્યો હોવાનું નિવેદન કર્યુ છે.

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે ચૂંટણી લડવાને લઈ અનિચ્છા દર્શાવી છે. ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ ભીખાજીએ શનિવારે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. આમ હવે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ પણ નિવેદન કર્યુ છે. તુષાર ચૌધરીએ કહ્યુ છે કે, હારના ડરથી ભાજપે ઉમેદવાર બદલ્યો છે.

આ પણ વાંચો: સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચૂંટણીને કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યુ હતુ કે, ઇન્ડિયા ગઠબંધનને લઈ સાબરકાંઠા બેઠકમાં મોટો ફાયદો થશે એવો દાવો કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, ગઠબંધનના લાભને લઈ તેઓની જીત નક્કી છે. આમ ભાજપે હારના ડરને કારણે ઉમેદવાર બદલ્યા હોવાનું ગણાવ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video