સુરતના નામચીન સલૂનમાં સગીરાની છેડતી, હેર કટ કરાવવા ગયેલી સગીરા સાથે કારીગરે કર્યા અડપલાં

|

Nov 09, 2023 | 9:45 PM

ધોરણ-12માં અભ્યાસ કરતી વિધાર્થીની જાવેદ હબીબ સલૂનમાં વાળ કપાવવા ગઇ હતી. તે દરમિયાન શાહરૂખ શાહ નામના કારીગરે અડપલાં કર્યા હતા. આ વાત સગીરાએ તેની માતાને કરતાં તેની માતાએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

સુરતના પ્રખ્યાત સલૂનમાં સગીરાની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. વેસુ VIP રોડ પર આવેલા જાવેદ હબીબ સલૂનના કારીગરે સગીરાની છેડતી કરી હોવાનો ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસે શાહરૂખ શાહ નામના આરોપીની ધરપકડ પણ કરી છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, ધોરણ-12માં અભ્યાસ કરતી તેમની દિકરી જાવેદ હબીબ સલૂનમાં વાળ કપાવવા ગઇ હતી. તે દરમિયાન શાહરૂખ શાહ નામના કારીગરે અડપલાં કર્યા હતા. આ વાત સગીરાએ તેની માતાને કરતાં તેની માતાએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો સુરત સામુહિક આપઘાત કેસમાં ઘટના પાછળનું મૂળ કારણ સામે આવ્યું, જાણો હકીકત વિડીયો દ્વારા

ફરિયાદ બાદ પોલીસે સલૂનના કારીગરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન સગીરાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. તેથી પોલીસે તેની ધરપકડ કરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video