કચ્છ બોર્ડર પરથી ઝડપાયો પાકિસ્તાની, BSFએ તપાસ હાથ ધરી
કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા એક પાકિસ્તાની નાગરિકને BSFએ ઝડપી પાડ્યો છે. BSFએ સરહદ નજીક એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોઈને તેને અટકાવ્યો હતો. આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય છે, કારણ કે તે પોતાની ઓળખ આપી શક્યો નથી.
કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. ખાવડા લખપત વચ્ચે પીલ્લર નંબર 1137 નજીકથી એક પાકિસ્તાની ઝડપાયો છે. BSFએ યુવાનને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, યુવક પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
મળતી માહિતી અનુસાર, કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા એક પાકિસ્તાની નાગરિકને BSFએ ઝડપી પાડ્યો છે. BSFએ સરહદ નજીક એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોઈને તેને અટકાવ્યો હતો. આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય છે, કારણ કે તે પોતાની ઓળખ આપી શક્યો નથી.
(With Input : Jay Dave)
આ પણ વાંચો કચ્છ : ભુજમાં અનમ રિંગ રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ, જુઓ વીડિયો
Published on: Jan 17, 2024 09:12 PM
