Dahod: લીમડીમાં છવાયો વરસાદી માહોલ , વરસાદી પાણી રોડ પર ફરી વળતા લોકોને હાલાકી

|

Sep 14, 2022 | 10:36 PM

દાહોદના લીમડીમાં વરસાદી માહોલ છવાયો હતો. લીમડી સહીત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Dahod: દાહોદના લીમડીમાં વરસાદી માહોલ છવાયો હતો. લીમડી સહીત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ

આ તરફ દાહોદ જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે બપોર બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગે પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. દાહોદમાં સિઝનનો ઘણો ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.

સાબરકાંઠામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. ખેડબ્રહ્મા અને વડાલી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વડાલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે બફારા અન ઉકળાટ વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

 

Next Video