Junagadh: વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ થયા પાણી પાણી

|

Jul 08, 2022 | 1:02 PM

જૂનાગઢના વિસાવદરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો છે. જેના પગલે રસ્તા પાણી પાણી થયા હતા.

જૂનાગઢના વિસાવદરમાં (Visavadar) અનરાધાર વરસાદ વરસ્યો છે. વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો છે. જેના પગલે રસ્તા પાણી પાણી થયા હતા. મેંદરડા, માળીયા, માણાવદર અને માંગરોળમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢના માણાવદર પંથકમાં સતત બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે. ત્યારે સતત વરસાદને કારણે રસાલા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બીજીવાર રસાલા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યમાં 228 તાલુકામાં થઇ મેઘમહેર

નૈઋત્યનું ચોમાસું આખા ગુજરાતને ઘમરોળી રહ્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આખા ગુજરાતમાં 228 તાલુકામાં મેઘમહેર થઇ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છમાં પણ સારો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 8 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જેના પગલે રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ છે.

Next Video