Jamnagar: નોટિસ પર આરપાર! શહેરમાં 136 જેટલી ઈમારતો હાલ ભયજનક સ્થિતિમાં

|

May 19, 2022 | 7:01 PM

જામનગરમાં જર્જરિત ઈમારતોના માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં 136 જેટલી ઈમારતો હાલ ભયજનક સ્થિતિમાં છે.

Jamnagar: જામનગરમાં જર્જરિત ઈમારતોના માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં 136 જેટલી ઈમારતો હાલ ભયજનક સ્થિતિમાં છે. આ ઈમારતો જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તેવો ભય રહે છે. કોર્પોરેશનની ટીમે (team of the corporation) આવી ઈમારતોના માલિકોને નોટિસ આપીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી છે.

જામનગર કોર્પોરેશન સામે વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે દર વર્ષે ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે પગલા તો લેવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આવી જર્જરિત ઈમારતોના માલિકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવે છે.

શહેરમાં ફરી વીજકાપ, બે દિવસ અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપ

જામનગરમાં પંચેશ્વર ટાવર- ટાઉનહોલ સહિતના વિસ્તારોમાં આજે વીજ કાપ લાદવામાં આવ્યો છે. શુક્રવારે નાઘેડીના 132 કે.વી. ફીડરમાંથી નીકળતા 8 જેટલા ફીડરમાં બપોર સુધી રહેશે વીજકાપ. જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી ને લઇને જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગુરુવારે બેડીગેઇટ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં વીજકાપ (Power Cut) લાદવામાં આવ્યો છે, જ્યારે આવતીકાલે શુક્રવારે 132 કે.વી. નાઘેડી સબ સ્ટેશનમાંથી નીકળતા જુદા જુદા આઠ જેટલા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવ્યો છે. જેથી જામનગર શહેરના 30 ટકા એરિયામાં આવતીકાલે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી વીજકાપ રહેશે.

Next Video