શામળાજીમાં ઠાકોરજીને ચાંદીની પિચકારીથી રંગવામાં આવ્યા, હોળીની કરાઈ ઉજવણી

|

Mar 24, 2024 | 1:20 PM

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે શામળિયાને રંગોના તહેવાર હોળીને ઉજાણી કરવામાં આવી હતી. હોળીના તહેવાર નિમિત્તે ભગવાન શામળિયાના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. શામળાજી મંદિરે હોળી અને ધૂળેટીને લઈ વિશેષ મહત્વ હોય છે અને જેને લઈ ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શન માટે ફાગણ સુદ પૂર્ણિમાએ ઉમટતા હોય છે.

યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને લઈ ભક્તોની મોટી ભીડ દર્શન કરવા માટે ઉમટી છે. શામળાજી મંદિરે ફાગણ સુદ પૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. અહીં ફાગણની પુનમનું વિશેષ મહત્વ હોય છે. ભક્તો મંદિર પરિસરમાં રંગોનો તહેવાર ઉજવતા હોય છે.

આ પણ વાંચો: સરદાર પટેલના પુત્રી, પૂર્વ PM, HM અને નાણામંત્રી સાબરકાંઠા બેઠક પર લડી ચૂક્યા છે, જાણો

ભગવાન શામળિયાને પણ કેસૂડાનો રંગ છાંટવામાં આવતો હોય છે. ચાંદીની પિચકારી વડે ભગવાન પર રંગ છાંટવામાં આવતો હોય છે. અબીલ અને ગુલાલની છોળો ઉડાડવામાં આવતી હોય છે. આમ ભગવાનને હોળી રમાડવા માટે ભક્તો ઉત્સાહભેર અહીં જોવા મળતા હોય છે. મંદિરમાં ભક્તો પર રંગ ઉડાડવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video