આજનું હવામાન : ગુજરાત વાસીઓનું ઠંડીમાં કાંપવાનું નક્કી, વાંચો હવામાન વિભાગની ઠંડીના ચમકારા જેવી આગાહી, વીડિયો

|

Dec 22, 2023 | 9:53 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સુકૂ રહે તેવી સંભાવના છે. તો અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સુકૂ રહે તેવી સંભાવના છે. તો અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે.તો અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, કચ્છ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો સુરત, તાપી, વલસાડ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો સાબરકાંઠા, ગાંધીનગર, દાહોદ, બનાસકાંઠા સહિતના 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, ખેડા, મોરબી, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, ભરુચ, છોટાઉદેપુર, જુનાગઢ,નર્મદા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video